શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને કર્યો સસ્પેન્ડ, PSLમાં નહીં લઈ શકે ભાગ, જાણો વિગત
અકમલ પીસીબી એન્ટી કરપ્શન કોડ દ્વારા તપાસ પૂરી નહીં ત્યાં સુધી ક્રિકેટ સંબધિત કોઈપણ ગતિવિધિમાં ભાગ નહીં લઈ શકે.
લાહોરઃ પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકલમને મોટો ફટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે તેને પીસીબી એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1 અંતર્ગત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. જે બાદ હવે અકમલ પીસીબી એન્ટી કરપ્શન કોડ દ્વારા તપાસ પૂરી નહીં ત્યાં સુધી ક્રિકેટ સંબધિત કોઈપણ ગતિવિધિમાં ભાગ નહીં લઈ શકે.
જોકે, પીસીબીએ આ મામલે તપાસ ચાલે ત્યાં સુધી સત્તાવાર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાની ટી-20 લીગ ‘પાકિસ્તાન સુપર લીગ’ની ટીમ ક્વેટા ગ્લેડિએટર્સને અકમલના બદલે નવો ખેલાડી શોધવાનું કહી દીધું છે.
બુધવારે અકમલનું અંગ્રેજી અજ્ઞાન થયું હતું જાહેર બુધવારે સવારે અકમલે અબ્દુલ રઝાક સાથેની તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું Mother from another brother. ખરેખર આ વાક્ય Brother from another Mother હોવું જોઈતું હતું. ટ્વિટ કર્યાની થોડીવાર પછી અકમલને તેની ભૂલ સમજાઈ હતી. જેને બાદમાં ડિલિટ કરી દીધું હતું. પરંતુ આટલી વારમાં ટ્વિટર યૂઝર્સે સ્ક્રીન શોટ લઈને તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી દીધા હતા. ટ્વિટર પર #UmarAkmalQuote ટ્રેન્ડ થયું હતું. ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થતાં ઉતારી નાંખ્યા કપડાં અકમલના ટ્વિટ બાદ લોકોએ ફની મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન બનાવવા સંઘર્ષ કરી રહેલો ઉમર અકમલનો થોડા દિવસ પહેલા નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ થયો હતો. જેમાં તે નિષ્ફળ ગયો હતો. ગુસ્સામાં અકમલે ફિટનેસ ટ્રેનર સામે જ કપડાં ઉતારી નાંખ્યા હતા. જે બાદ તેણે ટ્રેનરને ગુસ્સામાં પૂછ્યું કહો કે હું ક્યાંથી જાડો છું? કેવી છે કરિયર 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફિટ ન હોવાના કારણે ટીમ મેનેજમેન્ટે તેને ઈંગ્લેન્ડથી પાકિસ્તાન મોકલી દીધો હતો. ઉમર અકમલે 16 ટેસ્ટમાં 1 સદી અને 6 અડધી સદીની મદદથી 1003 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર 129 રન છે. જ્યારે 121 વન ડેમાં 2 સદી અને 20 અડધી સદીની મદદથી 3194 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. 84 ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 1690 રન ફટકાર્યા છે. ટી-20માં અકમલનો સર્વોચ્ચ સ્કોર 94 રન છે.Umar Akmal suspended under PCB Anti-Corruption Code
More: https://t.co/dQXutn7zYI pic.twitter.com/H67k5bGedK — PCB Media (@TheRealPCBMedia) February 20, 2020
પાકિસ્તાની મહિલા ક્રિકેટરે હાથમાં બેટ લઈને કર્યુ આમ, લોકોએ ગણાવી ચીયરલીડર અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર મોદીના માનીતા અધિકારી નજર રાખશે, જાણો કોણ છે આ અધિકારી ? અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ? INDvNZ: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કોહલી કયા 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાંPakistan Cricket Board suspends batsman Umar Akmal under Anti-Corruption Code pending investigation
— Press Trust of India (@PTI_News) February 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement