Ahmedabad: સાબરમતી નદીમાં ડૂબી રહ્યા હતા મામા-ભાણેજ, ત્યારે જ દેવદૂત બનીને આવ્યો JCB ચાલક, કર્યું દિલધકડ રેસ્ક્યુ
અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે.
અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. જો કે, પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિને પણ તરતા આવડતું ન હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે એક અજાણ્યા JCB ચાલકે બંને વ્યક્તિઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો. મોતને ભેટનાર વ્યક્તિ માણસાના રંગપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે અને તેનું નામ વિરેન્દ્રસિંહ હતું. જ્યારે જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેમનું નામ કરણસિંહ મનુભા રાણા છે.
તો બીજી તરફ દેવદૂત બનીને આવેલા JCB ચાલકનો સંપર્ક થતા આજે ધણપ ગામના ગ્રામજનો તેનું સન્માન કરશે. પ્રાથમિક માહિતી પ્રમાણે JCB ચાલક પરપ્રાંતિય હોવાની માહિતી સામે આવી છે. નદીમાં રેતી ખનનને કારણે ઊંડા ખાડા થઈ જતા આ પ્રકારની ઘટના બની હોવાની ગ્રામજનોએ માહિતી આપી છે. JCB ચાલકને ગામ તરફથી 01 લાખ રૂપિયાની સન્માન રાશિ અપાશે. આ ઉપરાંત ધણપ ગામના દરવાજા મદદ માટે હંમેશા ખુલા રહેશે.
મોતાના મુખમાંથી બહાર આવેલા કરણસિંહ રાણાએ જણાવ્યું કે, ગણેશ વિસર્જન સમયે મારો ભાણેજ વિરેન્દ્રસિંહ ચાવડા ડૂબી રહ્યો હતો. તેને બચાવવા હું નદીમાં કુદયો, જો કે મને તરતા આવડતું હોવાથી હું પણ ડૂબવા લાગ્યો. ત્યારે સામે કાંઠેથી અજાણ્યો jcb ચાલક આવ્યો જેણે મને બચાવી લીધો. જો કે મારો ભાણેસ વિરેન્દ્રસિંહ ન રહ્યો તેનું દુઃખ છે. મને તરતા આવડતું હોત તો આ ઘટના ન બનત તેમ કરણસિંહ જણાવ્યું.
ભરૂચમાં બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા
ભરૂચ: વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે એક બાળક અને યુવાન તળાવમાં ડૂબ્યા છે. આ બન્ને તળાવમાં નહાવા માટે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા ફાયર વિભાગને જાણ કરાવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા સર્ચ ઑપરેશન શરુ કરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે યુવાનની શોધખોળ હજી ચાલી રહી છે.
આ પણ વાંચો...