શોધખોળ કરો

Gandhinagar: એડવેન્ચરના શોખીનો માટે કામના સમાચાર,પર્વતારોહણની તાલીમ આપવા રાજ્ય સરકારની અનોખી પહેલ

ગાંધીનગર: રાજ્યના ૮ થી ૧૩ વર્ષના યુવક યુવતીઓ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે વિવિધ ‘પર્વતારોહણ તાલીમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: રાજ્યના ૮ થી ૧૩ વર્ષના યુવક યુવતીઓ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે વિવિધ ‘પર્વતારોહણ તાલીમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એડવેન્ચર કોર્ષ તાલીમ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા યુવક યુવતીઓએ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. આ માટે પર્વતારોહણ તાલીમ સંસ્થા તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ કરેલ હોય તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે, આ કોર્ષ માટે યુવક યુવતીઓની વય મર્યાદા ૧૫ થી ૪૫ વર્ષ નિયત કરવામાં આવી છે. આ કોર્ષનો સમયગાળો ૦૫ જૂન થી ૧૯ જૂન ૨૦૨૫ સુધીનો રહેશે. 

કોચિંગ રોક ક્લામ્બીંગ કોર્ષ કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ પૂર્ણ કરેલું હોય તેનું પ્રમાણપત્ર અરજીની સાથે જોડવું ફરજીયાત છે. આ કોર્ષમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૫ છે, 

 આ શિબિરમાં જોડાવા માંગતા યુવક યુવતીઓ ગુજરાતના વતની હોવા જોઈએ. અરજી કરતી વખતે યુવક યુવતીઓએ પોતાનું નામ, સરનામું,  ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી નિયત ફોર્મનો નમુનો સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેળવવાની રહેશે, જેમાં તેઓ ગુજરાતના વતની હોવાનો આધાર દાખલો, શારિરીક યોગ્યાતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવાર અકસ્માત ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે.

તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માંગે છે, તે કોર્ષનું નામ અરજીના મથાણે  સ્પષ્ટ જણાવવું અધુરી વિગતવાળી અરજી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિના મૂલ્યે કરવામાં આવશે. તદઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમી સંસ્થાના સ્થળે તથા પરત જવાનું પ્રવાસ સામાન્ય એસ.ટી.બસ, અને રેલ્વેનું સેકન્ડ કલાસ સુધીનું ભાડું મળવા પાત્ર રહેશે.

તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પિનકોડ ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો ભરીને અરજી મોકલવાની રહેશે. 

પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સુચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઈલ-ટેલિફોન દ્વારા જણાવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાના કોન્ટેક્ટ નંબર ૬૩૭૭૮ ૯૦૨૯૮ પર  ઓફિસ દરમ્યાન, જાહેર રજા સિવાય કોન્ટેક્ટ કરી શકાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget