શોધખોળ કરો
નિવાર બાદ તમિલનાડુને વધુ એક વાવાઝોડું ધમરોળશે, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 1 ડિસેમ્બરની રાતથી હવાની ગતિ વધી જશે.
![નિવાર બાદ તમિલનાડુને વધુ એક વાવાઝોડું ધમરોળશે, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ Area Cyclone update by India Meteorological Department check details નિવાર બાદ તમિલનાડુને વધુ એક વાવાઝોડું ધમરોળશે, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/30223645/area-cyclone.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચેન્નાઈઃ તમિલનાડુને હજુ નિવાર વાવાઝોડાની કળ વળી નથી ત્યાં વધુ એક વાવાઝોડાને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. આજે હવામાન વિભાગ દ્વારા આપાવમાં આવેલી જાણકારી મુજબ, 2 ડિસેમ્બરે વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે ટકરાશે અને તમિલનાડુ તથા કેરળમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 1 ડિસેમ્બરની રાતથી હવાની ગતિ વધી જશે. 45 થી લઈ 65 કિલોમીટરની ઝડપ વચ્ચે પવન ફૂંકાઈ શકે છે. કોમોરિન એરિયા, મન્નારની ખાડી અને તમિલનાડુ-કેરળના દરિયાકાંઠા વાવાઝોડની ઝપેટમાં આવશે.
હવામાન વિભાગ દ્વારા થિરુવનંતપુરમ, કોલમ, ઈડુક્કી જિલ્લામાં 2 અને 3 ડિસેમ્બરના રોજ વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાઉથ કેરળમાં 3 ડિસેમ્બરે અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત લક્ષદીપમાં પણ 3 અને 4 ડિસેમ્બરે વરસાદની આગાહી છે.
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના 12 જિલ્લામાં નાંખવામાં આવ્યો રાત્રિ કર્ફ્યુ
નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી ? જાણો મહત્વના સમાચાર
પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)