શોધખોળ કરો
Advertisement
ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 2 નવા કેસ નોંધાયા, કુલ 5 લોકોના થયા મોત
23 એપ્રિલે રાતના 9 કલાકના સુધીના સરકારી આંકડા પ્રમાણે ભાવનગરમાં અત્યાર સુધીમાં 18 લોકો રિકવર થયા છે.
ભાવનગરઃ જિલ્લામાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આ નવા કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36એ પહોંચી ગઈ છે. જ્યારે જિલ્લામાં કુલ 5 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ ભાગવનગરના રેલવે સ્ટેશન રોડ મતવા ચોકમાં રહેતા 60 વર્ષીય મહિલાને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ ગીતા ચોક બોરડીગેટ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
23 એપ્રિલે રાતના 9 કલાકના સુધીના સરકારી આંકડા પ્રમાણે ભાવનગરમાં અત્યાર સુધીમાં 18 લોકો રિકવર થયા છે. જ્યારે ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 1471 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 274 લોકોને કોરેન્ટાઈન કરાયા છે.
ગુજરાતમાં 23 એપ્રિલ સાંજે 5 કલાક સુધીમાં કોરોના વાયરસના વધુ 217 પોઝિટિવ કેસ (24 કલાકમાં) નોંધાયા છે, જ્યારે વધુ 9 દર્દીઓનાં મોત થયા છે અને 79 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2624 થઈ છે અને મૃત્યુઆંક 112 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
નવા 217 કેસ નોંધાયા છે તેમાંથી એકલા અમદાવાદમાં જ 151 કેસ છે, જ્યારે સુરત-41, વડોદરા-7, આણંદ-3, ભરુચ-5, બોટાદ અને ખેડામાં બે-બે કેસ, ગાંધીનગર, ભાવનગર,અરવલ્લી,વલસાડ, ડાંગ અને પંચમહાલમાં એક-એક કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement