Bhavnagar: ભાવનગરમાં એક જ સમાજનાં લોકો વચ્ચે જૂથ અથડામણ, પોલીસના ધાડેધાડા ઉતર્યા
ભાવનગર: શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજનાં લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ છે. જૂથ અથડામણમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર: શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજનાં લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ છે. જૂથ અથડામણમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂથ અથડામણમાં સરફરાજખાન પઠાણ ઉંમર 42, અનિકભાઈ કુરેશી ઉંમર 24 અને સુલતાનભાઈ રાંધનપુરી ઉંમર 26 ને ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણમાં સાત થી આઠ જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિઓને પગ, છાતી સહિતનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા કાજીવાડ સહિતનાં વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે. મારામારી શા માટે સર્જાઈ તે હાલમાં બહાર આવ્યું નથી. પોલીસ ફરિયાદ બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીને નડ્યો અકસ્માત
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓની કારનો અકસ્માત. સદભાગ્યે કોઇ જાનહાનિ નહી બ્રેક ફેઇલ થઇ જતાં અક્સમાત સર્જાયો આહવાના વઘઇ શિવઘાટના વળાંકમાં બ્રેક ફેલ થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને અકસ્માત નડ્યો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી. પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવામાં આવ્યા હતા. બ્રેક ફેઇલ થઇ જતાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. આ રાજ્યભરમાં 9 લાખથી વધુ પરીક્ષાર્થી જુનિયર ક્લાર્કન પરીક્ષા આપી રહયાં છે.
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. જ્યારે ત્રણ હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ..તમામ કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સજ્જ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી નિગમ તરફથી છ હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાઇ તેવી સધન વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષાનો સમય સાડા બાર થી દોઢ વાગ્યાનો હોવાથી ઉમદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પોણા બાર વાગ્યા સુધી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્રોમાં પરીક્ષાલક્ષી સાહિત્ય લઇ જવા પર પ્રતિબંધ સહિતની સૂચના પરીક્ષાર્થીઓને આપવામાં આ હતી. જો પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી પાસેથી મોબાઈલ કે સ્માર્ટવોચ મળશે તો જપ્ત કરવામાં અને પછી પરત ન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં યોજાતી મોટાભાગની પરીક્ષામાં પેપર લીક સહિતની અનેર ગેરરિતીના મામલે સામે આવે છે જેથી આજે યોજનાર પરીક્ષા સુચારૂ રીતે અને પારદર્શતી સાથે યોજાઇ માટે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળના ચેયરમેન હસમુખ પટેલે પેપરલીકના કોભાંડ આચરતા શખ્શોને ખુલ્લી ચીમકી આપી છે. તેમણે મીડિયા દ્રારા ગેરરીતિ કરતા શખ્સોને સંદેશ આપ્યો છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે કે કરવાનો પ્રયાસ પણ કરશે તો તેને બક્ષવામાં નહીં આવે..પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે..