(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુંમરે પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર શું કર્યો કટાક્ષ?
જેની ઠુંમરે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે માનનીય પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના મુખે મા સરસ્વતી બિરાજમાન હ,તી જે કેટલાય સમયથી કોપાય માન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું.
Bhavnagar News: ભાવનગર ખાતે યોજાયેલા કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આજથી ત્રણ મહિના પહેલા કોંગ્રેસના એક પણ ઉમેદવાર ગુજરાતમાં ચૂંટણી લડી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે માનનીય પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના મુખે મા સરસ્વતી બિરાજમાન હ,તી જે કેટલાય સમયથી કોપાય માન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું.
ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જેનીબેન અને ગેનીબેનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની આ ચૂંટણીમાં મહિલા સન્માન મોટું કરી દીધું છે. શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જાહેર મંચ ઉપરથી કહ્યું કે આ ચૂંટણી હીરો આધારિત નહીં પણ હીરોઈન આધારિત રહી છે. ગુજરાતમાં જ્યાં કોઈ ઉમેદવાર પુરુષના નામ લેવાતા નહોતા તે દરેક જગ્યા પર જેનીબેન અને ગેનીબેનના નામ લેવાતા હતા.
કોણ છે જેની ઠુંમર?
2008થી સક્રિય રાજકારણમાં આવનારા જેની ઠુંમર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અન પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના પુત્રી છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા જેની ઠુંમર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2018 સુધી મહત્વપૂર્ણ કામગીરી કરી ચુક્યા છે. કોંગ્રેસે અમરેલી લોકસભા બેઠક પરથી જેની ઠુમ્મરને મેદાને ઉતારી પાટીદાર અને મહિલા બંને કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે. અનેક મહિલાઓના ગૃપ સાથે સંકળાયેલા હોવાના કારણે જિલ્લાની મહિલાઓની નાડ જેની બરાબર પારખે છે. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુંમરની સમગ્ર જિલ્લામાં શિક્ષિત મહિલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી સમયે અનેક જિલ્લાઓ અને રાજ્યમાં તેમન મહિલા નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે ઝાલાવાડ બેઠક પરથી કોંગ્રેસના નિરીક્ષક તરીકેની તેઓ જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. 2018 થી 2021 સુધી તેઓ ઈન્ડિયન યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.
- જેની ઠુમંર અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી 2003માં કોમ્પ્યુટર સાઈન્સમાં ગ્રેજ્યુએટ થયા છે
- 2004માં તેમણે લંડનની ફોર્બ્સ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટર સાયન્સ ફાઉન્ડેશનનો કોર્સ કર્યો છે
- 2006માં તેમણે લંડનની લિટેન કોલેજમાંથી ડિપ્લોમાં ઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે
- 2008માં લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરેલુ છે