(Source: ECI/ABP News/ABP Majha)
Murder: ભાવનગરમાં પતિએ શિક્ષિકા પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો
પોલીસે મૃતક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગરઃ ભાવનગરના રંઘોળામાં ઘર કંકાસમાં પતિએ શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના રંઘોળામાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. પત્નીની હત્યા બાદ આરોપી પતિ નાસી રહ્યો હતો ત્યારે અકસ્માતમાં તેનું પણ મોત થયું હતું. ઉમરાળા પોલીસે મૃતક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર, આ ઘટના ગઈકાલે રાત્રીના રંઘોળામાં બન્યો હતો. ઓમકાર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મોનિકા જૈનની તેના જ પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હોવાથી આવેશમાં આવેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ આરોપી અનિલ જૈન ઘરેથી નાસી છૂટ્યો હતો. જે ભાગીને રંઘોળા ચોકડી પહોંચ્યો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
Bhavnagar: અલંગનાં ગામોમાં ટીપી સ્કીમ મંજૂર થતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ભાવનગર: ભાવનગર અલંગનાં ગામોમાં ટીપી સ્કીમ મંજૂર થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 500 જેટલા ખેડૂતોની ખેતીલાયક જમીન છીનવાઈ જવાના ડરતી ખેડૂતોનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. ભાજપ સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો દસ દિવસમાં ખેડૂતો રોડ પર ઊતરી આંદોલન કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સુરતની એક ખાનગી કંપનીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી જે કંપનીએ સર્વે દરમિયાન ખેડૂતોને જાણ પણ કરી નથી.
તળાજા તાલુકાના અલંગ ત્રાપજ ગામોની ટી.પી. સ્કીમ-૧, કઠવા મહાદેવપરા ટી.પી.સ્કીમ-૨ અને અલંગ-મણાર ટી.પી.સ્કીમ-૩ ને તાજેતરમાં સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. તે અંગે તમામ જમીન માલિકો તથા તમામ ગામના ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. અલંગ સત્તા મંડળ દ્વારા અલંગ વિસ્તારમાં ટીપી સ્કીમો મંજુર કરવામાં આવી છે જેને લઇને ખેડૂતોમાં ભારે વિરોધનો શરૂ થયો છે. આ ટીપી સ્કીમને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રેલી કાઢી અલંગ સત્તા મંડળની ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્રોશ છે કે આ ત્રણેય ટી.પી.સ્કીમ સામે ઓનર્સ મીટીંગ વખતે વાંધા દર્શાવેલા ત્યારબાદ મુસદાપ યોજના સામે પણ ૧૦૦% જમીન માલિકો અને ગ્રામજનોએ લેખીતમાં જુલાઇ ૨૦૨૦ અને સપ્ટેમ્બર ૨૦૨૦ માં વાંધા રજુ કરેલ છે. છતાં પણ આજ ટીપી સ્કીમને મંજૂર કરવામાં આવી છે.
ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મોટાભાગની જમીન ઉપર બગીચાઓ છે તથા ૧૦૦% પિયત છે સૌથી મહત્વની વાત એ છે કે જે જગ્યા પર ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે ત્યાં એશિયાની સૌથી સારી ક્વોલિટીની કેરીનું ઉત્પાદન બાદ એક્સપોર્ટ કરવામાં આવતું હોય છે. બાગાયતી પાક માટે ફળદ્રુપ જમીન પણ મોટા પાયે ટીપી સ્કીમમાં સામેલ છે. જેના ઉપર મહતમ રોજગારનો આધાર છે. તે કારણોસર આ ટી.પી.સ્કીમનો અમલ કરવો યોગ્ય નથી. અલંગ ઉદ્યોગના કારણે પણ આટલી મોટી જમીન ટાઉન પ્લાનીંગમાં લેવી અન્યાયી અને અયોગ્ય છે. ખેડૂતોએ વખતો વખત વાંધાઓ આપેલ હોવા છતા તે અંગે સુનાવણી માટે બોલાવવામાં આવતા નથી અને મનસ્વી નિર્ણયથી ટી.પી.સ્કીમ મંજુર કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે