જાણો ભેજાબાજોએ કેવી રીતે કરી ધોરણ સાતના પ્રશ્નપત્રોની ચોરી
હજી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના તાજા જ છે ત્યારે ભાવનગરના નેસવડ પ્રાથમિક શાળામાં પેપર ચોરી થયાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર: રાજ્યનાં પેપર ફૂટવું હવે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રોજબરોજ આવી ઘટના સામે આવતી રહે છે. હજી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના તાજા જ છે ત્યારે ભાવનગરના નેસવડ પ્રાથમિક શાળામાં પેપર ચોરી થયાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.
કેવી રીતે થઈ પ્રશ્નપત્રની ચોરી?
આ અંગે વિગતે વાત કરીએ તો નેસવડ પ્રાથમિક શાળાના રૂમ નંબર-1માંથી ધોરણ 6,7 અને 8ના પેપરની ચોરી થઈ હતી. પેપર ચોરનાર અગાસી પર હવાની ઉજાસ માટે મુકવામાં આવેલ બારીમાંથી અંદર પ્રવેશ્યા હતા. ત્યાર બાદ ઓફીસ અને કબાટના દરવાજા તોડી પેપરની ચોરી કરી હતી.
પેપર ચોરી થયાની જાણ થતા શાળાના આચાર્યએ ફરયાદ નોંધાવી છે. ધોરણ 7ના દરેક વિષયના 3-3 પ્રશ્નપત્ર, ધોરણ 8ના ગુજરાતી વિષયના 1 પેપરની ચોરી થઈ છે. સાત કવરમાંથી ધોરણ 7ના કુલ 21 અને ધોરણ 8ના એક પેપરની ચોરી થઈ છે. રાજ્યમાં આજે ધોરણ 7ના વિજ્ઞાનનું અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરવામાં આવ્યુ છે.
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોરણ સાતના પ્રશ્નપત્રની ચોરીને પગલે રાજ્યમાં 22 અને 23 એપ્રિલની ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ સાતનું આજે વિજ્ઞાનનું પેપર અને આવતીકાલનું સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરાયાની પુષ્ટી કરવામાં આવી છે. અમરેલી, મહેસાણા અને બોટાદ જિલ્લામાં આજની પરીક્ષા રદ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલમાંથી ધોરણ સાતનું વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની ચોરી થઇ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાત્રે જ સાતથી આઠ શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.