શોધખોળ કરો
Advertisement
9 કલાક ઉંઘવા માટે આ કંપની આપી રહી છે 1 લાખ રૂપિયા પગાર, જોડાવવા માટે આ છે શરત....
આ ઇન્ટર્નશિપ માટે ફક્ત કેટલાંક લોકોનું જ સિલેક્શન થશે. અહીં તમારે કંપની તરફથી આપવામાં આવેલા ગાદલાઓ પર સુઇ જવાનું છે.
નવી દિલ્હીઃ સારી ઉંઘ બધાને પસંદ હોય છે, પણ જો આ જ ઉંઘ માટે તમને લાખ રૂપિયા મળે તો. હાં, એક કંપની આજકાલ ઉંઘને લઈને ચર્ચામાં છે, જે તમને માત્ર ઉંઘવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે. તેના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી પરંતુ તમારે ઘરમાં જ ઉંઘવાનું છે. આ સ્ટાર્ટઅપ કંપનીનું નામ છે વેકફિટ, જે કેટલાક લકી ઇન્ટર્ન્સને 100 દિવસ સુધી 9 કલાક ઉંઘવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે.
કર્ણાટકની રાજધાની બેંગલોરની ઓનલાઇન ફર્મ વેકફિટે આ ઑફર આપી છે. ઓનલાઇન સ્લીપ સોલ્યુશન ફર્મે પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઇન્ટર્નશિપ નામ આપ્યુ છે.
આ ઇન્ટર્નશિપ માટે ફક્ત કેટલાંક લોકોનું જ સિલેક્શન થશે. અહીં તમારે કંપની તરફથી આપવામાં આવેલા ગાદલાઓ પર સુઇ જવાનું છે. તમારે દરરોજ તે જણાવવાનું છે કે તમને કેવી ઉંઘ આવી. સારી કે ખરાબ.
આ માટે કંપની કેટલાક લોકોનું કાઉન્સિલિંગ કરીને તેની સુવાની રીતને ટ્રેક કરશે. જે લોકો સુવા જશે તેની ઉંઘને રેકોર્ડ કરવામાં આવશે જેમાં સુવાની પેટર્ન પણ નોટિસ કરવામાં આવશે. વિજેતાઓને સ્લીપ ટ્રેકર પણ આપવામાં આવશે.
કંપનીના નિયમ અનુસાર પસંદગી પામેલ લોકેએ 100 દિવસ સુધી 9 કલાક સુવુ પડશે. જે લોકો પોતાની ઉંઘને અન્ય વસ્તુઓ કરતાં વધારે મહત્ત્વ આપતા હશે તેમનું જ અહીં સિલેક્શન થશે. અહીં મહત્ત્વનું એ છે કે આ કામ માટે તમારે તમારું ઘર છોડવું નહીં પડે.
જો તમે આ ઇન્ટર્નશિપ કરવા માગતા હોય તો તેના માટે તમે કંપનીની વેબસાઇટ https://www.wakefit.co/sleepintern/ પર જઇને અપ્લાય કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement