8th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો, કેંદ્ર સરકારની શું છે તૈયારી
આજકાલ 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને લોકો તેના ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે વિશે ઘણી વાતો કરી રહ્યા છે.

8th Pay Commission: આજકાલ 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને લોકો તેના ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે વિશે ઘણી વાતો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮મા પગાર પંચ (8th CPC) ની રચનાની મંજૂરી મળ્યા બાદ, ફિટમેન્ટ ફેક્ટર અંગે ચર્ચાઓ અને અટકળો ખૂબ જ તેજ બની છે. ફિટમેન્ટ ફેક્ટર એ નક્કી કરશે કે કર્મચારીઓના વર્તમાન પગારમાં કેટલો વધારો થશે.
પહેલા જાણો ફિટમેન્ટ ફેક્ટર શું છે ?
ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર નક્કી કરવા માટે કર્મચારીના હાલના મૂળ પગાર (Basic Pay) સાથે ગુણાકાર કરવા માટે થાય છે.
ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાકાર સંખ્યા છે જેના દ્વારા તમારા જૂના મૂળ પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
નવો બેઝિક પગાર = જૂનો બેઝિક × ફિટમેન્ટ ફેક્ટર
સાતમા પગાર પંચમાં શું થયું ?
જ્યારે 1 જાન્યુઆરી, 2016 થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું, ત્યારે બધા કર્મચારીઓને આપવામાં આવતો મોંઘવારી ભથ્થું (DA) 125% સુધી પહોંચી ગયું હતું.હવે સરકારે જે કર્યું તે એ હતું કે તે 125 % ડીએ જૂના બેઝિકમાં ઉમેર્યું અને પછી તેમાં થોડો વધારો કરીને, એક નવો નંબર બનાવવામાં આવ્યો જે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર હતો.
જો કોઈનો જૂનો મૂળ પગાર ₹10,000 હતો, તો નવો મૂળ પગાર ₹10,000 × 2.57 = ₹25,700 છે.
8મા પગાર પંચમાં શું થઈ શકે છે ?
હવે વાત કરીએ 8મા પગાર પંચ વિશે, જે 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની ધારણા છે. ત્યાં સુધીમાં DA ફરીથી 60% કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, બે બાબતો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ડીએ ફરીથી બેઝિકમાં મર્જ કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધુ હશે.
કર્મચારી સંગઠનો શું માંગણી કરી રહ્યા છે ?
કર્મચારી સંઘનું કહેવું છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 3.68 હોવો જોઈએ. એટલે કે, જો કોઈનો હાલનો મૂળ પગાર ₹18,000 છે, તો નવો મૂળ પગાર ₹18,000 × 3.68 = ₹66,240 થશે.
સરકાર કેટલી રકમ રાખી શકે ?
કેટલાક નિષ્ણાતો માને છે કે 8મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.8 થી 3.0 ની વચ્ચે હોઈ શકે છે. આનો અર્થ એ કે તમારા પગારમાં 25% થી 40% નો વધારો થવાની શક્યતા છે.





















