શોધખોળ કરો

Adani Group: DLFને પછાડીને Adaniએ ધારાવીને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાંસલ કર્યો, 5069 કરોડ રૂપિયાની બોલી લગાવી

ગૌતમ અદાણીની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ મુંબઈની પ્રાઇમ લેન્ડમાં સ્થિત ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે બિડ જીતી લીધી છે.

Adani Group Update: ગૌતમ અદાણીની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ મુંબઈની પ્રાઇમ લેન્ડમાં સ્થિત ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે બિડ જીતી લીધી છે. ધારાવીની ઝૂંપડપટ્ટીની ગણના એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં થાય છે. અદાણી રિયલ્ટીએ DLF જેવી અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીને પાછળ છોડીને રૂ. 5069 કરોડની બિડ કરીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાંસલ કર્યો છે.

ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર સરકારે ધારાવીના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે નવું વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં અદાણી રિયલ્ટી ઉપરાંત ડીએલએફ અને મુંબઈના શ્રી નમન ડેવલપર્સે પ્રોજેક્ટ મેળવવા માટે બોલી લગાવી હતી.  વૈશ્વિક કંપનીઓ સહિત કુલ 8 કંપનીઓએ પ્રોજેક્ટ મેળવવા માટે બોલી લગાવી હતી.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે અદાણીએ સૌથી વધુ 5069 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે ડીએલએફે રૂ. 2025 કરોડની બોલી લગાવી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ કારણોસર શ્રી નમન ડેવલપર્સની બોલી ખોલવામાં આવી ન હતી. હવે અદાણીની બિડ રાજ્ય સચિવોની સમિતિને મોકલવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર એક કંપની સાથે ભાગીદારીમાં ધારાવી સ્લમ વિસ્તારનો પુનઃવિકાસ કરવા માંગે છે. જેમાં લીડ પાર્ટનર પાસે રૂ. 400 કરોડ સાથે 80 ટકા ઇક્વિટી હશે, જ્યારે રાજ્ય સરકાર પાસે 20 ટકા ઇક્વિટી હશે. આ પ્રોજેક્ટના વિકાસથી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ફાયદો થશે તેમજ મુંબઈ શહેરને સુધારવામાં મદદ મળશે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ધારાવીના ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે મફત મકાનો આપવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. પ્રોજેક્ટ માટે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જાહેર કર્યા પછી પ્રથમ તબક્કાનું કામ સાત વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 17 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થાય તેવી સંભાવના છે.  આ પ્રોજેક્ટ પૂરો થતાં 56000 લોકોનું પુનર્વસન કરવામાં આવશે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 405 ચોરસ ફૂટ વિસ્તારનું ઘર મળશે.

RBI Digital Currency: 1 ડિસેમ્બરે RBI લોન્ચ કરવા જઈ રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ!

RBI Digital Currency: આરબીઆઈ એક ડિસેમ્બરને પોતાના ડિજિટલ કરન્સી  (CBDC)ના પાયલટ પ્રોજેક્ટને રોલઆઉટ  કરવા જઈ રહ્યું છે. આ પાયલટ પ્રોજેક્ટમાં પંસદ કરેલા લોકેશન પર ક્લોઝ યૂઝર ગ્રુપ (Closed User Group) જેમાં કસ્ટમરથી લઈને વેપારીઓ સામેલ હશે તે પણ શરુ કરાશે. ઈ-રુપી (e₹-R)ડિજિટલ ટોકનનું કામ કરશે. ડિજિટલ કરેન્સી એ પ્રકારે કામ કરશે જેમ કરન્સી નોટ અને સિક્કા કામ કરે છે. અને આ અલગ-અલગ ડિનૌમિનેશનલવાળા  કરન્સીની સમાન એજ વેલ્યૂમાં ઉપલબ્ધ હશે. અને તેને બેંકો દ્વારા ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે. 

આરબીઆઈએ કહ્યું કે યુઝર્સ મોબાઈલ ફોન અથવા ડિવાઈસમાં સંગ્રહિત બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયા દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ (P2P) એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે અને પર્સન ટુ મર્ચન્ટ (P2M) એટલે કે વ્યક્તિ અને વેપારી વચ્ચે થઈ શકે છે. વેપારીના સ્થાન પર પ્રદર્શિત થતા QR કોડ દ્વારા વેપારીને એટલે કે દુકાનદારને ચુકવણી કરી શકાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget