શોધખોળ કરો
Advertisement
વીજળી બચાવતો સ્માર્ટ પંખો થયો લોન્ચ, વર્ષે 1500 રૂપિયાની થશે બચત, જાણો કેવા છે ફીચર્સ
કંપનીના ઓનલાઈન વેચાણના 10 ટકા હિસ્સો અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોનો છે. ગુજરાતમાં સીરામિક ક્લસ્ટરમાં લગભગ 70 ટકા બજાર હિસ્સો એટમબર્ગ ધરાવે છે.
અમદાવાદઃ મુંબઈમાં મુખ્યાલય ધરાવતી તેમજ સ્માર્ટ અને કાર્યક્ષમ મોટર આધારિત કંપની એટમબર્ગ ટેક્નોલોજીસે અમદાવાદમાં વીજળી બચાવતા સ્માર્ટ આઈઓટી પંખો લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ સાથે ફૂલ સ્પીડમાં 28 વોટ પાવરમાં 65 ટકા વીજળી બચાવવા વપરાશકારોને મદદરૂપ થવાનો કંપનીનો આશય છે.
Wifi થી કરી શકાય છે ઓપરેટ
બીએલડીસી મોટર ટેક્નોલોજી સાથે એકીકૃત આ પંખા વાઈફાઈ તેમજ એપ ઓપરેટેડ, એલેક્સા અને ગૂગલ હોમ નિયંત્રણ જેવા ફીચર્સથી સજ્જ છે. એટમબર્ગ ગોરિલ્લા રેનેસા સ્માર્ટ પ્લસ આઈઓટી પંખા ઈન્વર્ટરમાં 3 ઘણા લાંબા ચાલે છે અને ભારતીય પરિવારોને વાર્ષિક રૂ. 1,500 સુધીની બચત કરવામાં મદદરૂપ થાય છે.
ગુજરાતમાં સીરામિક ક્લસ્ટરમાં 70% બજાર હિસ્સો
પ્રીમિયમ પંખાના સેગ્મેન્ટમાં 10 ટકા બજાર હિસ્સો મેળવવાના આશય સાથે એટમબર્ગ ટેકનોલોજીસે છેલ્લા ત્રણ વર્ષમાં વાર્ષિક 3 ગણી વૃદ્ધિ કરી છે. એટમબર્ગ માટે ગુજરાત વર્ષ 2015માં સ્થાપના સમયથી જ ઘણું જ મહત્વનું બજાર છે. ગુજરાતમાં થાનગઢ-મોરબીના સીરામિક ક્લસ્ટરમાં લગભગ બધા જ સીરામિક ઉદ્યોગોમાં એટમબર્ગના પંખાઓનો ઉપયોગ થાય છે અને ગુજરાતમાં સીરામિક ક્લસ્ટરમાં લગભગ 70 ટકા બજાર હિસ્સો એટમબર્ગ ધરાવે છે. ગુજરાતમાં તેનું રીટેલ વેચાણ પણ વધ્યું છે અને અમદાવાદમાં 200થી વધુ રીટેલર્સ એટમબર્ગના પંખાઓનું વેચાણ કરે છે. એટમબર્ગ માટે આ સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. અમદાવાદના બજારમાં બીએલડીસી સંચાલિત સ્માર્ટ પંખા લોન્ચ કરવાની જાહેરાત સાથે કંપનીએ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રીટેલ વેચાણ કામગીરી શરૂ કરીને ગુજરાતમાં તેનો બજાર હિસ્સો વધારવાનો પ્રવાસ શરૂ કર્યો છે. કંપનીના ઓનલાઈન વેચાણના 10 ટકા હિસ્સો અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોનો છે, જે ગુજરાતમાં મજબૂત ઉત્પાદન-બજાર દર્શાવે છે.
કંપની માટે આવકની દ્રષ્ટિએ ગુજરાત બીજા નંબરનું સૌથી મોટું બજાર
એટમબર્ગ ટેક્નોલોજીસના સીઓઓ અને સહસ્થાપક સિબાબ્રતા દાસે જણાવ્યું હતું કે, ‘એટમબર્ગ માટે આવકની દૃષ્ટિએ ગુજરાત બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે અને અમારા વૃદ્ધિ અને વિસ્તરણ માટે વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાતના પરિવારો નવા યુગની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે વધુ ને વધુ ઉત્સાહિ છે અને અમને આ વૃદ્ધિ અને સ્વીકૃતિના ચાલકબળોમાંથી એક બનવાનો ઘણો જ આનંદ છે.’
ભારતના 40થી વધુ શહેરમાં કંપનીની હાજરી, 10 ટકા બજાર હિસ્સા પર નજર
ભારતમાં પંખાનું બજાર અંદાજે રૂ. 10,000 કરોડનું છે, તેમાંથી પ્રીમિયમ સીલિંગ પંખાની કેટેગરીનું બજાર રૂ. 1500 કરોડનું છે, જે વાર્ષિક 25 ટકાના દરે વૃદ્ધિ કરે છે. ટેક્નોલોજી, નવીનતા અને સ્માર્ટ ઈલેક્ટ્રિકલ ડિવાઈસીસની સુંદરતાના ક્ષેત્રમાં સિમાચિહ્નો સ્થાપિત કરતાં એટમબર્ગના પંખા અનેક શહેરોમાં આશાસ્પદ ગ્રાહકો સાથે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. કંપની હાલમાં ભારતના 40થી વધુ શહેરોમાં કાર્યરત છે. આગામી બે વર્ષના સમયમાં પ્રીમિયમ પંખાના સેગ્મેન્ટમાં 10 ટકા બજાર હિસ્સા પર કંપનીની નજર છે.
5 લાખથી વધુ એકમોનું વેચાણ
એટમબર્ગના પંખા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સૌથી વધુ વેચાતા પંખાઓમાંના એક છે અને સ્માર્ટ ફેન સેગ્મેન્ટમાં તે માર્કેટ લીડર છે. વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો વાર્ષિક આવક દર 100 કરોડને આંબી ગયો હતો અને સમગ્ર દેશમાં કંપનીએ પાંચ લાખથી વધુ એકમોનું વેચાણ કર્યું હતું. આ સ્માર્ટ પંખા અમેઝોન, ફ્લિપકાર્ટ અને તેમની માલિકીની અન્ય વેબસાઈટ પર સરળતાથી ઉપલબ્ધ છે. સમગ્ર ભારતમાં 300થી વધુ સર્વિસ સેન્ટર સાથે એટમબર્ગ પંખા સમગ્ર ભારતમાં ઉદ્યોગ દ્વારા ઓફર કરાતી એક વર્ષની વોરંટીની સામે 3 વર્ષની વોરંટીની ઓફર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement