અમેરિકામાં વધુ ઘેરી બની બેન્કિંગ કટોકટીઃ સિલિકોન વેલી બાદ હવે આ બેંકના પણ પાટિયા પડી ગયા
વર્ષ 2022માં બેંક પાસે $110.36 બિલિયનની સંપત્તિ હતી. ક્રિપ્ટોકરન્સી સ્ટોકની સ્થિતિને જોતા થોડા દિવસો માટે બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Banking Crisis in America: અમેરિકા બેન્કિંગ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકાની બેંકો પર એક પછી એક તાળાઓ લટકી રહ્યાં છે. પહેલા સિલિકોન વેલી બેંક (SVB) બેંક અને હવે બીજી US બેંકને તાળા મારી દેવામાં આવ્યા છે. અમેરિકામાં બેંકિંગ કટોકટી વચ્ચે, સિગ્નેચર બેંકને હવે અસ્થાયી રૂપે તાળું મારવામાં આવ્યું છે. સિગ્નેચર બેંક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક હતો. ક્રિપ્ટોકરન્સીમાં જોખમને ધ્યાનમાં રાખીને આ બેંકને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિગ્નેચર બેંક (Signature Bank) ન્યુયોર્કની પ્રાદેશિક બેંક છે. તે જ સમયે, એક અઠવાડિયામાં, આ બીજી અમેરિકન બેંક છે, જે બંધ થઈ છે.
બીજી અમેરિકન બેંક બંધ
બેંકની નાણાકીય સ્થિતિ જોઈને, ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને સિગ્નેચર બેંક પર તેનું નિયંત્રણ મેળવી લીધું છે. વર્ષ 2022માં બેંક પાસે $110.36 બિલિયનની સંપત્તિ હતી. ક્રિપ્ટોકરન્સી સ્ટોકની સ્થિતિને જોતા થોડા દિવસો માટે બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકન બેંકો પર મંડરાઈ રહેલા આ સંકટને જોતા આજે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. યુએસ ફેડરલ રિઝર્વે સિલિકોન વેલી બેંક, સિગ્નેચર બેંક અન્ય યુએસ બેંકોને અસર ન કરે તે સુનિશ્ચિત કરવા માટે આજે આપાતકાલીન બેઠક બોલાવી છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને ફેડરલ રિઝર્વ બેંકિંગ કટોકટીનો સામનો કરવા માટે યોજનાઓ તૈયાર કરી રહ્યા છે.
બેંક ખાતા ધારકો વિશે શું
સિલિકોન વેલી બેંક બંધ થવાના કારણે ભારતમાં પણ તણાવ વધી ગયો છે. અમેરિકન બેંકોને તાળા મારવાના સમાચારને કારણે ભારતની મુશ્કેલીઓ વધવાની જ છે. સિલિકોન વેલી બેંક ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. બીજી તરફ, અમેરિકન બેંકોના ડૂબવાના સમાચાર પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એક મોટું નિવેદન આપ્યું છે કે જે લોકો આ બેંકોના ડૂબવા માટે જવાબદાર છે તેમની સામે અમેરિકા કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે બેંકોના ખાતાધારકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મોટી બેંકોની દેખરેખ અને નિયમન વધુ મજબૂત કરવામાં આવશે.