શોધખોળ કરો
Advertisement
ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિડિયોકોન લોન કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિડિયોકોન લોન કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં મુંબઈ સ્થિત એક ફ્લેટ અને દિપક કોચરની કંપનીની પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આદેશ પછી કોચરના વકીલ સુજય કંટાવાલાએ કહ્યું હતું કે, ફ્લેટની ખરીદી "ગુનાના કહેવાતા પગલા" માંથી છે તે સાબિત કરવા માટે એજન્સી પાસે હવે 180 દિવસનો સમય છે. કંટાવાલાએ કહ્યું, આ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હોવાને કારણે માલિકને નિકાલ કરી શકાતો નથી, એટલે કે ICICI બેંકના ભૂતપૂર્વ વડા એપાર્ટમેન્ટમાં રહેવાનું ચાલુ રાખી શકે છે. જો કે, તે તેને વેચી અથવા મોર્ગેજ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચંદા કોચર, તેના પરિવાર અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલન ધૂતના મુંબઈ અને ઓરંગાબાદ ખાતે આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિડિયોકોન ગ્રુપને રૂપિયા 1,875 કરોડની લોન મંજૂર કરવામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA અંતર્ગત ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.Enforcement Directorate has attached properties of former MD & CEO of ICICI Bank Chanda Kochhar and her family. Total assets worth Rs. 78 crore (book value) have been attached. This includes her flat in Mumbai and some properties of the company of his husband. pic.twitter.com/Hbxtu0CHhr
— ANI (@ANI) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement