શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
માલિક ગુમ થતાં CCDના શેરમાં બોલ્યો મોટો કડાકો, એક જ ઝટકામાં રોકાણકારોના ડૂબી ગયા અધધ કરોડ રૂપિયા, જાણો વિગતે
આજે બજાર ખુલતાની સાથે જ શેર 20 ટકાના ઘટાડા સાથે 52 અઠવાડિયાની સૌથી નીચેની સપાટી 154.05 રૂપિયા પર આવી ગયો હતો અને દિવસભરના કારોબાર દરમિયાન આજ સ્તર પર બંધ રહ્યો હતો.
નવી દિલ્હીઃ કાફે કૉફી ડૅ(CCD) બ્રાન્ડ નામથી કૉફીની રેસ્ટોરન્ટ ચલાવતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝના સંસ્થાપક તેમજ ચેરમેન વી.જી. સિદ્ધાર્થ સોમવાર સાંજથી ગુમ થઈ ગયા છે. કંપનીએ શેર બજારને મંગળવારે આપેલી જાણકારીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. જે બાદમાં BSE પર સીસીડીના શેરમાં 20 ટકાનો કડાકો બોલી ગયો હતો. સીસીડીના શેર 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી એટલે કે રૂ. 154.05 સુધી પહોંચી ગયો હતો. શેરની કિંમતમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોના રૂ. 813.32 કરોડ ડૂબી ગયા હતા.
કોફી ડે એન્ટરપ્રાઇઝનો શેર સોમવારે 192.55 રૂપિયા પર બંધ રહ્યો. આજે બજાર ખુલતાની સાથે જ શેર 20 ટકાના ઘટાડા સાથે 52 અઠવાડિયાની સૌથી નીચેની સપાટી 154.05 રૂપિયા પર આવી ગયો હતો અને દિવસભરના કારોબાર દરમિયાન આજ સ્તર પર બંધ રહ્યો હતો. શેર આ સ્તરે આવતા જ કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 3235.33 કરોડ થઈ ગઈ હતી. જ્યારે સોમવારે કંપનીની માર્કેટ વેલ્યૂ રૂ. 4067.65 કરોડ હતી. એટલે કે એક જ ઝટકામાં રોકાણકારોના રૂ. 813.32 કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
આ દરમિયાન સિદ્ધાર્થનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, “હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દિલગીર છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ પ્રતાડીત કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યુ હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.”
ખેડૂત નેતા વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયાએ આપી મુખાગ્નિ
આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરને ભારતીય યુવતીએ કર્યો ક્લિન બોલ્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion