શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોના મુદ્દે મોટા સમાચાર, ગુજરાતની કઈ ફાર્મા કંપનીએ કોરોનાની રસીના માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા ?

કોરોનાની રસી તૈયાર કરવાની દિશામાં ભારત પણ આગળ વધી રહ્યું છે. બે ભારતીય કંપનીએ ઉંદર અને સસલા બાદ માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે.

અમદાવાદઃ ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાની રસી તૈયાર કરવાની દિશામાં ભારત પણ આગળ વધી રહ્યું છે. બે ભારતીય કંપનીએ ઉંદર અને સસલા બાદ માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે. આ બે પૈકી એક ગુજરાતની કંપની છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ બુધવારે જણાવ્યું કે, તેમણે કોરોના રસી માટે માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. કંપનીના કહેવા મુજબ ZyCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન સુરક્ષિતમાનવામાં આવ્યું છે. આ પહેલા કોરોના વેક્સીનના ક્લીનિક્લ ટ્રાયલમાં રોગપ્રતિકારક અને ઈમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામ સામે આવ્યા છે.
આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે. વિવિધ ક્લિનિકલ સ્ટડી સાઇટ ઉપર 1000 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. કંપનીના ચેરમેન ચેરમેન પંકજ પટેલે કહ્યું કે, કોવિડ-19 સામેની આપણી લડતમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઝાયકોવ-ડી વેક્સિન કેન્ડિડેટના ડેવલપમેન્ટમાં ભારત અને નિયમનકારી એજન્સીઓ ICMR અને DGCI, રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન, BIRAC, બાયોટેકનોલોજી વિભાગ, સરકારના સમર્થનને સ્વીકારીએ છીએ. અમે એડેપ્ટિવ ફેઝ-1 અને 2ના આધારે આવતા અમુક મહિનાઓમાં ZyCoV-D પર મહત્વપૂર્ણ ડેટા મેળવીશું. ગઈકાલે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું,  સમગ્ર વિશ્વમાં કુલ વેક્સીનનો 60 ટકા સપ્લાઇ કરતા ભારતની કોરોનાની વેક્સીન ચેનમાં મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરી છે. વિશ્વના તમામ દેશ વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવામાં લાગ્યા છે અને તેમાં સફળતા મળી રહી છે. રશિયા તો વેક્સીનનું ટ્રાયલ પૂરું પણ કરી ચુક્યું છે. આ રીતે ચીન, અમેરિકા, બ્રિટન તથા અન્ય દેશો શક્ય તેટલા વહેલી વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. દેશમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયા છે. ભારતની આ બે કંપનીઓ અલગ અલગ જગ્યાએ હજાર-હજાર લોકો પર વેક્સીનને લઈ ક્લિનિક્લ સ્ટડી કરી રહ્યા છે. તેઓ ઉંદર અને સસલા પર પરીક્ષણ કરી ચુકી છે. ગત મહિને ડ્રગ કંટ્રોલર જનરલને ડેટા આપવામાં આવ્યો હતો, જે બાદ આ બંને કંપનીઓને ચાલુ મહિનાની શરૂઆતમાં પ્રારંભિક તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Embed widget