શોધખોળ કરો

Google Pay માં હવે RuPay ક્રેડિટ કાર્ડથી કરી શકશો UPI પેમેન્ટ, ફક્ત આ બેન્કોના કાર્ડ ચાલશે

Google Pay યુઝર્સ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે

Google pay Now Supports Rupay Credit Card: Google Pay યુઝર્સ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે. કંપનીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાર્ટનરશીપ કરી છે અને રૂપે ક્રેડિટ કાર્ડ આધારિત UPI પેમેન્ટની શરૂઆત કરી છે.  જોકે શરૂઆતમાં એપ પર કેટલીક બેંકોના ક્રેડિટ કાર્ડ જ સ્વીકારવામાં આવશે. Google Pay યુઝર્સ Axis Bank, Bank of Baroda, Canara Bank, HDFC, Indian Bank, Kotak Mahindra Bank, Punjab National Bank અને Union Bank ના ક્રેડિટ કાર્ડ વડે UPI પેમેન્ટ કરી શકશે. હાલમાં દેશની સૌથી મોટી બેંક SBIનું નામ આ યાદીમાં નથી. કંપનીએ કહ્યું કે તે ટૂંક સમયમાં અન્ય બેંકોને પણ આ યાદીમાં સામેલ કરશે.

અત્યાર સુધી એપ પર માત્ર ડેબિટ કાર્ડ પેમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ હવે યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. જો કે, મોટાભાગની UPI એપ્સ ડેબિટ કાર્ડ આધારિત પેમેન્ટને જ સપોર્ટ કરે છે. હાલમાં ભારતમાં એવી કોઈ UPI એપ નથી કે જે એપ પર વિઝા અને માસ્ટર ઈશ્યૂ કરેલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે.

આ રીતે ક્રેડિટ કાર્ડ એડ કરો

ઉપર જણાવેલ બેંકોના ક્રેડિટ કાર્ડ એડ કરવા માટે પહેલા એપ પર જાવ અને પ્રોફાઇલ સેક્શનમાં જાવ

અહીં તમને Add Rupay Credit Card વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો અને પસંદ કરેલી બેંકોની યાદીમાંથી તમારી બેંક પસંદ કરો.

હવે તમારા કાર્ડની વિગતો દાખલ કરો અને OTP દાખલ કરીને કાર્ડને સેવ કરો. હવે પેમેન્ટ કરતી વખતે ક્રેડિટ કાર્ડ પસંદ કરો.

Cough Syrup: કફ સિરપની નિકાસ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન, 1 જૂનથી લાગુ થશે નિયમો

Cough Syrup:  ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા નિકાસ કરવામાં આવતી કફ સિરપ પર વિશ્વભરમાં આક્રોશ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે દવાને વિદેશ મોકલતા પહેલા તેનું પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. તેથી, હવે કફ સિરપના નિકાસકારોએ તેમના ઉત્પાદનોને વિદેશ મોકલતા પહેલા નિયુક્ત સરકારી પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાવવું પડશે.

1 જૂનથી નિયમો લાગુ

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે મુજબ ઉત્પાદનના નમૂનાનું પ્રથમ પ્રયોગશાળામાં પરીક્ષણ કરવું પડશે. આ પછી જ કફ સિરપની નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. નવો નિયમ 1 જૂનથી લાગુ થશે.

સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ થશે

ડીજીએફટીનું કહેવું છે કે કફની દવાના સેમ્પલનું ફરજીયાતપણે સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. ટેસ્ટ સર્ટિફિકેટ મળ્યા બાદ જ વિદેશમાં નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. નમૂનાઓનું પરીક્ષણ ઘણા શહેરોમાં સ્થિત પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા, કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી અને સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત દવા પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પણ નમૂનાઓનું પરીક્ષણ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget