HDFC Bank Loan Costly: HDFC બેન્કે MCLRમાં કર્યો વધારો, જાણો કેટલી મોંઘી થશે તમારી લોન?
ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે ગઈકાલે તેના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે અને તેના માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે
HDFC Bank Loan Costly: ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકે ગઈકાલે તેના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે અને તેના માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. HDFC બેંકે તમામ મુદત માટે તેના MCLRમાં એકસાથે 0.20 ટકાનો વધારો કર્યો છે. મે પછી આ ત્રીજી વખત છે જ્યારે બેંકે લોન પર વ્યાજમાં વધારો કર્યો છે. મે મહિનાથી HDFCના વ્યાજ દરમાં 0.80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની લોનના વ્યાજદરમાં નોંધપાત્ર વધારો થયો છે.
બેંકનો MCLR કેટલો થયો?
એચડીએફસી બેંકે કહ્યું હતું કે એક વર્ષના સમયગાળા માટે એએમસીએલઆર હવે 7.85 ટકાથી 8.05 ટકા રહેશે. મોટાભાગની કન્ઝ્યૂમર લોન આનાથી સંબંધિત છે અને બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, એક દિવસના MCLR પર વ્યાજ હવે 7.70 ટકા થશે જે અગાઉ 7.50 ટકા હતું. જ્યારે ત્રણ વર્ષના MCLR પર વ્યાજ 8.25 ટકા રહેશે.
MCLR વધારવાના બેંકના નિર્ણયની શું અસર થશે
એચડીએફસી બેંક એ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક છે અને તેના દ્વારા લેવામાં આવેલા પગલાઓ પછી એચડીએફસીની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન ગ્રાહકોના EMI બોજમાં વધુ વધારો થશે.
આરબીઆઈના નિર્ણયની અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ફુગાવાને અંકુશમાં લેવા માટે મે-જૂન મહિનામાં બે તબક્કામાં રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો હતો. ત્યારથી બેંકો લોન પર વ્યાજમાં સતત વધારો કરી રહી છે. આર્થિક નિષ્ણાતોને આશંકા છે કે આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈ તેના રેપો રેટમાં વધુ વધારો કરી શકે છે, જેની અસર બેંકોના વ્યાજ દરોમાં થશે.
ગુજરાતમાં જીગ્નેશ મેવાણી અને દિગ્ગજ પાટીદાર નેતાને કોંગ્રેસે શું આપી મોટી જવાબદારી?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામ બેટમાં ફેરવાયા