PVC Aadhaar Card: માત્ર 50 રુપિયામાં ઘરે આવી જશે પ્લાસ્ટિક આધાર કાર્ડ, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈ કોઈ યોજનાનો લાભ લેવા માંગે છે, તો આદારની સૌથી પહેલા જરુર પડે છે.

PVC Aadhaar Card: આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈપણ યોજનાનો લાભ લેવા માંગે છે, તો આધારકાર્ડની સૌથી પહેલા જરુર પડે છે. આવી સ્થિતિમાં તેની સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વું બની જાય છે. કેટલાક લોકોનું આધારકાર્ડ વધુ પડતું જૂનુ થઈ જવાના કારણે ફાટી જવાની અથવા પાણીમાં પલળી જવાનો ડર રહે છે. પરંતુ જો 50 રૂપિયા ખર્ચીને PVC એટલે કે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ બનાવવામાં આવે તો ફાટવાનું ટેન્શન સંપૂર્ણપણે દૂર થઈ શકે છે. આવો જાણીએ તમે કઈ રીતે પ્લાસ્ટિકનું આધારકાર્ડ મંગાવી શકો છો.
PVC આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે, એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે અને PVC આધાર કાર્ડને થોડા દિવસોમાં સરનામાં પર પહોંચાડવામાં આવશે. તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે? અહીં અમે જણાવવા જઈ રહ્યા છીએ.
પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે અરજી કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે
- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ સાઈટ પર જાઓ.
- હોમ પેજ પર માય આધાર ટેબમાં 'ઓર્ડર પીવીસી કાર્ડ' પર ટેપ કરો.
- એક નવું પેજ ખુલશે. અહીં આધાર નંબર, કેપ્ચા ભરો અને OTP મોકલો.
- હવે વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, DOB, લિંગ અને સરનામું ચકાસો અને સબમિટ પર ક્લિક કરો.
- હવે પેમેન્ટ કરવાનો વિકલ્પ આવશે. પીવીસી બેઝની ફી રૂ. 50 છે.
- એકવાર ચુકવણી થઈ જાય, પછી તમને એક સ્વીકૃતિ સ્લિપ મળશે, જે ડાઉનલોડ કરવાની રહેશે.
- PVC આધાર કાર્ડ ઘરે પહોંચવામાં 5 થી 15 દિવસ લાગી શકે છે.
પીવીસી આધાર કાર્ડનું કદ ડેબિટ/ક્રેડિટ કાર્ડ જેવું છે. તે વધુ ટકાઉ છે અને તેનું કદ પણ કોમ્પેક્ટ છે. તેને વૉલેટમાં સરળતાથી રાખી શકાય છે. તેના પર માઈક્રો ટેક્સ્ટ લખેલું છે. આમાં, પરંપરાગત આધારની તુલનામાં એક સુરક્ષિત QR કોડ ઉપલબ્ધ છે. તેના પર અંકની તારીખ અને છાપવાની તારીખ પણ લખેલી છે.
હોલોગ્રામ- આધાર પીવીસી કાર્ડમાં હોલોગ્રામ હોય છે. આ હોલોગ્રામ એક પ્રકારનું સિક્યોરિટી ફીચર છે, જેના કારણે છેતરપિંડી કરનારા તેને સરળતાથી કોપી કરી શકતા નથી.
Income Tax Return: ITR દાખલ કરવાની આ ડેડલાઈન ચૂકી ગયા તો 10,000 રુપિયાનો દંડ થશે





















