Jio Recharge Plan: Jio ગ્રાહકો માટે ખુશખબર ! હવે 28 દિવસનું નહીં પૂરા 1 મહિનાનું મળશે રિચાર્જ
Jio Recharge Plan: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો એક ખાસ પ્લાન લાવ્યું છ. Jioના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ પૂરા 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે
Jio Recharge Plan: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) તેના ગ્રાહકો માટે વધુ એક ખાસ પ્લાન લાવ્યું છ. Jioના આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ પૂરા 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે. ચાલો તમને Jio ના આ નવા પ્લાનની ખાસિયત વિશે જણાવીએ.
માત્ર 259 રૂપિયા ખર્ચવા પડશે
રિલાયન્સ જિયોના આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને 259 રૂપિયા ખર્ચવા પડશે. આ એક કેલેન્ડર મહિનાની માન્યતા સાથેનો રિચાર્જ પ્લાન છે.
દરરોજ 1.5 GB ડેટા મળશે
Jio કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લઈને આવી હોય તેવી પ્રથમ ટેલિકોમ કંપની છે. Jioની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 259 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. તેની માન્યતા સંપૂર્ણ કેલેન્ડર મહિના માટે છે, પછી ભલે તે મહિનામાં 30 દિવસ હોય કે 31 દિવસ.
એક વર્ષમાં 12 રિચાર્જ મળશે
કંપનીએ કહ્યું કે આ પ્લાનમાં ગ્રાહકોએ વર્ષમાં 12 રિચાર્જ કરાવવાના રહેશે. આ ઉપરાંત, પ્લાન દર મહિને તે જ તારીખે પુનરાવર્તિત થાય છે જે દિવસે પ્રથમ રિચાર્જ કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની માન્યતા સાથે પ્રીપેડ મોબાઈલ રિચાર્જ પ્લાન ઓફર કરવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ
Crime News: ગ્રુપ સુસાઈડનો મામલો આવ્યો સામે, એક જ પરિવારના 5 સભ્યોએ સાતમા માળેથી લગાવી મોતની છલાંગ
Relationship Tips: સફળ લગ્ન જીવનના આ છે 5 મોટા સિક્રેટ, તમે પણ જાણી લો
IPL 2022: ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને શું મોટી જવાબદારી સોંપી ? જાણો વિગત
Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત