શોધખોળ કરો
Advertisement
હવે નવા અવતારમાં જોવા મળશે આધાર કાર્ડ, સરળતાથી વોલેટમાં પણ રાખી શકાશે, જાણો શું છે મેળવવાની સરળ રીત
UIDAI એ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આધાર કાર્ડને હવે PVC કાર્ડ પર રિપ્રિંટ કરાવી શકાય છે. આ કાર્ડ એટીએમ કે ડેબિટ કાર્ડની જેમ વોલેટમાં સરળતાથી આવી જશે.
નવી દિલ્હીઃ આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજમાં સામેલ છે. તેના વગર મોટાભાગના કામ નથી થઈ શકતા. દરેક જગ્યાએ તમારી પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. આ સ્થિતિમાં જો તમારા કાર્ડને કોઈ નુકસાન થયું કે ખોવાઈ ગયું હોય તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પરંતુ હવે આધાર કાર્ડ નવા અવતારમાં જોવા મળશે. હવે તે બિલકુલ ATM કાર્ડ ડેવું હશે અને આ માટે તમારે અલગથી લેમિનેટ પણ નહીં કરાવવું પડે. UIDAI એ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આધાર કાર્ડને હવે PVC કાર્ડ પર રિપ્રિંટ કરાવી શકાય છે. આ કાર્ડ એટીએમ કે ડેબિટ કાર્ડની જેમ વોલેટમાં સરળતાથી આવી જશે.
UIDAI એ ટ્વિટ કરીને લખ્યું, તમારું આધાર કાર્ડ હવે સુવિધાજનક સાઇઝમાં હશે. જેને તમે સરળતાથી વોલેટમાં રાખી શકશો. જોકે આ માટે તમારે 50 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ કાર્ડ આકર્ષક અને ટકાઉ છે. તેની સાથે લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સથી લેસ છે. સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઇક્રોટેકસ્ટ હશે. આધાર પીવીસી કાર્ડને હવે ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી શકાય છે.
આ માટે આધાર કાર્ડની વેબસાઇટ પર જઈને 12 આંકડાનો આધાર નંબર નાંખવાનો હોય છે. જે બાદ સિક્યુરિટી કોડ નાંખ્યા બાદ રજિસ્ટર્ડ મોબાઇલમાં ઓટીપી આવે છે. જે નાંખીને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ સ્પીડ પોસ્ટથી પીવીસી આધાર કાર્ડ ઘરે બેઠા આવી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement