રેગ્યુલર પેટ્રોલ અને પ્રીમિયમ પેટ્રોલમાં શું છે તફાવત ? જાણો વિગત
Petrol Vs Premium Petrol : રેગ્યુલર પેટ્રોલની સરખામણીએ HPના પાવર, BPCLની સ્પીડ અને સ્પીડ 97 અને ઈન્ડિયન ઓઈલના એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં તમને કેટલાક રૂપિયા સુધીનો તફાવત મળી શકે છે.
Petrol & Premium Petrol Difference: HPના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફિલિંગ મશીનમાં રેગ્યુલક પેટ્રોલની સાથે પાવર પેટ્રોલનો વિકલ્પ મળે છે. જો તમે BPCL ના કોઈપણ પેટ્રોલ પંપ પર જાવ છો તો ત્યાં પેટ્રોલ ફિલિંગ મશીન પર તમે જોશો કે તમને Speed નામનો એક અલગ પેટ્રોલ વિકલ્પ મળશે. આ સિવાય BPCL ના પેટ્રોલ પંપ પર તમને સ્પીડ 97 પેટ્રોલનો વિકલ્પ પણ મળે છે. જો તમે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર જાવ છો, તો ત્યાં તમને એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો વિકલ્પ મળશે. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય પેટ્રોલ અને અન્ય પેટ્રોલ વેરિએન્ટમાં શું તફાવત છે? ચાલો જાણીએ.
કિંમત
રેગ્યુલર પેટ્રોલની સરખામણીએ HPના પાવર, BPCLની સ્પીડ અને સ્પીડ 97 અને ઈન્ડિયન ઓઈલના એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં તમને કેટલાક રૂપિયા સુધીનો તફાવત મળી શકે છે. પાવર, સ્પીડ, સ્પીડ 97 અને એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ સમાન કિંમતની આસપાસ હોઈ શકે છે જ્યારે સામાન્ય પેટ્રોલ તમને તેની કિંમત કરતા ઘણા રૂપિયા સસ્તું મળે છે.
એન્જિન
એવું માનવામાં આવે છે કે રેગ્યુલર પેટ્રોલની સરખામણીમાં પાવર અને એક્સ્ટ્રા પ્રીમિયમ કેટેગરીનું પેટ્રોલ તમારા વાહનના એન્જિનનું પ્રદર્શન વધારે છે. વાહનમાં પ્રીમિયમ કક્ષાનું પેટ્રોલ લગાવવાથી વાહનનું માઈલેજ પણ સારું થઈ શકે છે.
તફાવત
રેગ્યુલર ઇંધણ અને પ્રીમિયમ ઇંધણ વચ્ચેનો સૌથી મોટો તફાવત ઓક્ટેન નંબર છે. રેગ્યુલર ઇંધણમાં ઓક્ટેન નંબર 87 હોય છે, પરંતુ પ્રીમિયમ ઇંધણમાં 91 કે તેથી વધુનો ઓક્ટેન નંબર હોય છે. રેગ્યુલર ઇંધણમાં 87 ઓક્ટેન હોય છે, HP પાવરમાં 87 ઓક્ટેન હોય છે અને કેટલાક વધારાના કેમિકલ હોય છે, BPCL સ્પીડમાં 91 ઓક્ટેન હોય છે, BPCL સ્પીડ 97માં 97 ઓક્ટેન હોય છે અને IOC XtraPremiumમાં 91 ઓક્ટેન હોય છે.