શોધખોળ કરો

Cryptocurrency: આ ક્રિપ્ટોકરન્સીમાં 24 કલાકમાં 1000 રૂપિયાના 7.6 કરોડ રૂપિયા થઈ ગયા! જાણો ભાવમાં કેટલો મોટો ઉછાળો આવ્યો

ભાવમાં વધારો થવા પાછળ એનએફટી અંગે લોકોની તાજેતરમાં વધેલી રુચિ પણ મુખ્ય કારણ છે.

Cryptocurrency: ક્રિપ્ટો વિશ્વના વળતર અને અનન્ય વલણો આશ્ચર્યજનક છે. સ્ક્વિડ ગેમ વેબ સિરીઝ પર આધારિત સ્ક્વિડ ગેમમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એવું બન્યું કે કોઈની કિંમત થોડા દિવસોમાં હજાર ગણી વધી અને પછી એક જ દિવસમાં શૂન્ય થઈ ગઈ. તે જ સમયે, શિબા ઇનુ જેવા Mimecoin માં નાણાં રોકનારા રોકાણકારો પણ તરત જ કરોડપતિ બની ગયા. આલમ એ છે કે હવે તે વિશ્વની ટોપ-10 ક્રિપ્ટોમાં સામેલ થઈ ગઈ છે.

આ ઉતાર-ચઢાવ દરમિયાન, ક્રિપ્ટો જગતમાં જબરદસ્ત હલચલ મચાવનાર સૌથી તાજેતરનો કિસ્સો કોકોસ્વેપ નામના કોઈનનો સામે આવ્યો છે. KokoSwap એ માત્ર એક જ દિવસમાં 76,000 ટકાથી વધુ નફો કરીને તેના રોકાણકારોને ખૂબ માલામાલ બનાવ્યા છે. એક દિવસ પહેલા સુધી કોકોસ્વેપ ઓછો લોકપ્રિય કોઈન હતો. તેનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે.

આટલો ભાવ વધ્યો

Coin MarketCap દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, માત્ર 24 કલાકમાં KokoSwap ની કિંમત $0.009999 થી વધીને $7.63 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન સિક્કાએ 76,200 ટકાનું બમ્પર વળતર આપ્યું હતું. જોકે, પાછળથી તેની કિંમતોમાં થોડો ઘટાડો થયો હતો અને તે બપોરે એક વાગ્યાની આસપાસ $5.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ જંગી ઉછાળા સાથે, કોકોસ્વેપનું માર્કેટ કેપ પણ લગભગ 2 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.

આ કારણે કિંમત ઉછળી

અહેવાલો અનુસાર, કોકોસ્વેપ પોતાને Binance સ્માર્ટ ચેઇનમાં શિફ્ટ કરી છે. અગાઉ તે Ethereum પ્લેટફોર્મ પર હતું. જેના કારણે તેની કિંમતોમાં આ ઉછાળો જોવા મળ્યો છે. Binance સ્માર્ટ ચેઇન પર સ્થળાંતર કરવાથી Binance ઇકોસિસ્ટમમાં મોટી સંખ્યામાં ગેમર્સ સુધી તેની પહોંચ વધી છે.

કોકોસ્વેપના ભાવમાં વધારો થવા પાછળ એનએફટી અંગે લોકોની તાજેતરમાં વધેલી રુચિ પણ મુખ્ય કારણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સ પણ NFT ક્રાંતિમાં જોડાયા છે. KokoSwap એ આવું જ એક વિકેન્દ્રિત પ્લેટફોર્મ છે, જે વપરાશકર્તાઓને NFT ગેમિંગ અને NFT ટ્રેડિંગ અને ક્રિપ્ટો ટ્રેન્ડિંગની સગવડ એક જ જગ્યાએ પ્રદાન કરે છે. પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ NFT, એક્સચેન્જ, સ્ટેકિંગ, ફૅન્ટેસી અને આર્કેડ ગેમિંગ છે.

ડિસ્ક્લેમેર: (અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુઓ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં કરવામાં આવ્યા દાખલ
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં કરવામાં આવ્યા દાખલ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કરBanaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં કરવામાં આવ્યા દાખલ
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં કરવામાં આવ્યા દાખલ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Embed widget