શોધખોળ કરો
BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની જાણીતી Eecoને BS6 એન્જિન સાથે લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ કિંમત 3.80 લાખ રૂપિયાથી 4.20 લાખ રૂપિયા વચ્ચે છે.
![BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો Maruti Suzuki India launched BS 6 compliant version of its multi purpose van Eeco BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/18185801/maruti-eeco.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)એ તેની જાણીતી Eecoને BS6 એન્જિન સાથે લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ કિંમત 3.80 લાખ રૂપિયાથી 4.20 લાખ રૂપિયા વચ્ચે છે. BS6માં અપગ્રેડ કરવામાં આવ્યું હોય તેવું આ કંપનીનું નવમું મોડલ છે.
દેશભરમાં BS6 નિયમો લાગુ થવામાં હવે વધારે સમય રહ્યો નથી. કંપનીના આ કારના 2018ના હોલસેલ વોલ્યૂમમાં 36 ટકાનો વધારો નોંધાયો હતો. આ MPVના 2010 મોડલની 6.5 લાખથી વધારે યૂનિટ્સ વેચાઈ ચુક્યા છે.
મારુતિ સુઝુકી ઈકોના BS6 વેરિયન્ટની કિંમત જૂના મોડલની તુલનામાં 25 થી 30 હજાર રૂપિયા વધારે છે. આ કિંમત પેટ્રોલ વેરિયન્ટની છે. CNG વેરિયંટની કિંમતનો કંપનીએ ખુલાસો કર્યો નથી. મારુતુ સુઝુકી તેની મલ્ટી પર્પઝ વ્હીકલને તમામ નવા નોર્મ્સ મુજબ અપડેટ કરી રહી છે. જેમાં સ્પષ્ટ છે કે કંપની ઈકોને તેની લાઈનઅપમાં લાંબા સમય સુધી રાખવા માંગે છે.
મારુતિ ઈકોમાં 1,196cc, 4- સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલમાં આ એન્જિન 73hpનો પાવર અને 101Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે સીએનજીથી ચાલવા પર 63hp પાવર અને 85Nm ટોર્ક જનરેટ કરી છે. ઈકોનું આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે.
મારુતિ ઈકો પહેલાની જેમ જ 5 સીટર, 7 સીટર અને કાર્ગો વેન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ વેરિયન્ટ 15.37 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી વેરિયન્ટ 21.94 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ માઇલેજ આપે છે.
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની કારનો થયો અકસ્માત, અભિનેત્રીને હોસ્પિટલમાં કરાઈ દાખલ
US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં યોજાઈ શકે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમ
INDvAUS: 4 રન બનાવતાં જ રોહિત શર્મા તેંડુલકર, ગાંગુલીને રાખી દેશે પાછળ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)