Metal Costlier than Gold: સોના કરતાં પણ ત્રણ ગણી મોંઘી છે આ મેટલ, રિટર્ન મામલે બિટકોઈનને પણ રાખ્યું પાછળ
આ મેટલ સોના કરતા ત્રણ ગણી મોંઘી છે અને વળતરના મામલે ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને (Bitcoin) પણ પાછળ રાખી દીધી છે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, Iridiumએ 2021માં સોના, શેરબજાર અને બિટકોઈન કરતાં પણ વધારે રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ જો તમે સોનું (Gold) ખરીદવા માગો છો તો તમારા માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. જાણકારોનું કહેવું છે કે ટૂંકમાં સોનાના ભાવમાં ઉછાળો (Gold Price Hike) આવી શકે છે. હાલમાં સોનાની કિંમત અંદાજે 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સોનાની કિંમતમાં ઘટાડો થશે પરેતં એવું થતું દેખાતું નથી.
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસ(Coronavirus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવવાની સ્થિતિ ઉભી થઈ છે. એવામાં લોકો ફરી એક વખત સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. જો એવું થયું તો તેની કિંમતમાં ઝડપથી વધી શકે છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. તે સમયે કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરી રહ્યા હતા. પરંતુ આજે અમે તમને સોનાથી પણ મોંઘી ધાતુ અંગે જણાવવા જઈ રહ્યા છે.
કેટલા ટકા આપ્યું છે વળતર
આ મેટલ સોના કરતા ત્રણ ગણી મોંઘી છે અને વળતરના મામલે ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને (Bitcoin) પણ પાછળ રાખી દીધી છે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, Iridiumએ 2021માં સોના, શેરબજાર અને બિટકોઈન કરતાં પણ વધારે રિટર્ન આપ્યું છે. જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં તેમાં 130 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જ્યારે બિટકોઈનમાં 85 ટકા તેજી આવી છે.
કેમ વધ્યો છે ભાવ
ઈરેડિયમ પ્લેટિનિયમ અને પેલેડિયમની બાય પ્રોડક્ટ છે. ઓછા પુરવઠાના કારણે તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક સ્ક્રીન, રિફાઈનબર બનાવવામાં થાય છે. તેનું પણ કોમોડિટી એક્સચેંજ પર ટ્રેડિંગ થતું નથી. આ સ્થિતિમાં રિટેલ બાયર્સની પહોંચથી દૂર છે. પરંતુ મોટા મોટા રોકાણકારો સીધો જ પ્રોડ્યૂસરનો સંપર્ક કરે છે અને મોટા પાયે રોકાણ કરે છે. હાલ તેની વર્તમાન કિંમત 6000 ડોલર પ્રતિ ઔંસ (આશરે 4,36,839 રૂપિયા)આસપાસ છે.
Surat: આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, જાણો કવી હશે સુવિધા