ભારતમાં સૌથી લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ માટે આ એપ વાપરતા હો તો ચેતી જજો, ડેટા લીક થતાં શું છે મોટો ખતરો ?
ડેટા લિક થવાથી કંપનીની ૮.૨ ટેરાબાઈટ (૮૨૦૦ ગિગાબાઈટ) જેટલી વિગતો ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે.
ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતી મોબાઈલ એપ્લિકેશન મોબિક્વિકનો ડેટા લિક થયાના અહેવાલો સામે આવ્યા છે. ઈન્ડો એશિયા ન્યૂઝ સર્વિસ (આઈએએનએસ)ના રિપોર્ટ પ્રમાણે અંદાજે ૩૫ લાખ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા મુકાયો છે.
આ એપમાં દર રોજ 10 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. હાલના સમયમાં આ એપથી 30 લાખથી વધારે ધંધાદારીઓ જોડાયેલા છે. ત્યારે આના ઉપભોક્તાઓની સંખ્યા 12 કરોડથી વધારે છે. મોબિક્વિકમાં સિકોઈયા કેપિટલ અને બજાજ ફાયનાન્સના મોટા રોકાણ કારો છે. કંપનીની સ્પર્ધા વ્હોટ્સએપ પે, ગૂગલ પે, ફોન પે અને પેટીએમ સાથે છે.
મોબિક્વિક (mobikwik)નો ડેટા લિક થવાથી કંપનીની ૮.૨ ટેરાબાઈટ (૮૨૦૦ ગિગાબાઈટ) જેટલી વિગતો ઓનલાઈ (Online)ન ઉપલબ્ધ થઈ ગઈ છે. આ વિગતોમાં મોબાઈલ નંબર, મેઈલ આઈડી (Email id), બેન્ક એકાઉન્ટ (Bank account), ક્રેડિટ (Credit)-ડેબિટ (Debit)કાર્ડની સંવેદનશિલ વિગતોનો સમાવેશ થાય છે. જોકે કંપનીના સંચાલકો આવા કોઈ લિકનો સ્વિકાર કરતા નથી. કંપનીના કહેવા પ્રમાણે કોઈ ડેટા લિક થયો નથી.
ડેટા લિક થયો હોવાની વિગતો સાઇબર સિક્યુરિટી નિષ્ણાતોએ ટ્વિટ દ્વારા જાહેર કરી હતી. ફ્રાન્સના સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ ઈલિયટ એન્ડરસનના મતે બધો જ ડેટા ૮૪ હજાર ડૉલર (૬૦ લાખ રૃપિયા)માં વેચાણ માટે ઉપલબ્ધ છે.
હૈકર ગ્રુપ જોર્ડનેવનએ ડેટાબેસના લિંક ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને પણ ઈમેલ કર્યો છે. આ ગ્રુપે કહ્યું કે આનો ઈરાદો આ ડેટાનો ઉપયોગ કરવાનો નથી. ગ્રુપનું કહેવું છે કે આનો ઈરોદો ફક્ત કંપનીઓ પાસે પૈસા લેવાનું છે. આ બાદ તે પોતાના તરફથી આ ડેટાને ડિલીટ કરી દેશે.
જો કે મોબિક્વિકે હૈકર્સના દાવાને ખોટો ગણાવ્યો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે ડેટા સિક્યોરિટીને ઘણી ગંભીરતાથી લઈએ છીએ. માન્ય ડેટા સુરક્ષા કાયદાનું સંપુર્ણ પાલન કરીએ છીએ. મોબિક્વિક હેકરનું કહેવું છે કે આ વિશે આ સંબંધિત અધિકારીઓની સાથે કામ કરી રહ્યા છે. કંપની ત્રીજા પક્ષના માધ્યમથી ફોરેન્ટિક ડેટા સેફ્ટી ઓડિટ પણ કરાવશે. સાથે કહ્યુ કે મોબિક્વિકના તમામ અકાઉન્ટ અને તેમાં જમા રકમ સંપૂર્ણ સુરક્ષિત છે.
સાઈબર સિક્યુરિટી નિષ્ણાતો અને મોબિક્વિકના યુઝર્સ કંપનીના બચાવ સાથે સહમત નથી. તેમના મતે કંપની પ્રતિષ્ઠા બચાવવા માટે ખોટું બોલી રહી છે.