PIB Fact Check: કેન્દ્રની મોદી સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયાનું ભથ્થું આપી રહી છે! શું તમે પણ અરજી કરી છે?
આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ટૂંક સમયમાં યુવાનોના ખાતામાં બેરોજગારી ભથ્થું આપવાનું શરૂ કરશે.
PIB Fact Check: કેન્દ્રની મોદી સરકાર દેશના સામાન્ય અને ગરીબ લોકો માટે સમયાંતરે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આ યોજનાઓ દ્વારા તે દેશના ગરીબ વર્ગ, વિદ્યાર્થીઓ અને યુવાનોને વિવિધ પ્રકારની આર્થિક મદદ કરે છે. હાલમાં જ બેરોજગારી ભથ્થાને લગતો એક મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ટૂંક સમયમાં યુવાનોના ખાતામાં બેરોજગારી ભથ્થું આપવાનું શરૂ કરશે. જો કોઈએ તમને આ વાયરલ મેસેજ મોકલ્યો છે, તો આ મેસેજનું સત્ય જાણો.
PIBએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, 'વાઈરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થાં યોજના હેઠળ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને ₹6,000નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ નકલી છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં.
एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है #PIBFactCheck
▶️ यह मैसेज #फर्जी है
▶️ भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही
▶️ कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें pic.twitter.com/QMoIoQEUFs — PIB Fact Check (@PIBFactCheck) July 15, 2022
ફેક મેસેજથી સાવધાન રહો
પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવીને, તમે તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકો છો.
વાયરલ મેસેજની ફેક્ટ ચેક કરી શકાશે
જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.