PM Surya Ghar Yojana: હવે ફક્ત સાત દિવસમાં મળશે સબસિડી, સરકારે યોજનામાં કર્યો ફેરફાર
PM Surya Ghar Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી
PM Surya Ghar Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78000 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે.
સરકાર તરફથી યોજનામાં કરાયો મોટો ફેરફાર
નોંધનીય છે કે સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે, જેથી હવે લોકોને વધુ રાહ જોવી ન પડે. મીડિયા અહેવાલો અનુસાર, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાત્ર લોકો 7 દિવસની અંદર સબસિડી મેળવી શકે છે. જેણે પણ આ યોજના માટે અરજી કરી છે તેઓ જો પાત્ર જણાશે તો આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે. અત્યાર સુધીમાં 1.30 કરોડ લોકોએ આ યોજના માટે અરજી કરી છે. યોજનાનો ઉદ્દેશ લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ તમે ઘરે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો અને સરકારને પણ વેચી શકો છો.
સબસિડીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે
નોંધનીય છે કે એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં સબસિડી સંબંધિત દાવાઓને એક મહિનાની અંદર સેટલ કરવાના હોય છે. પરંતુ ભવિષ્યમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેમાં સામેલ કરવામાં આવશે જેના કારણે સબસિડીમાં ચેક અને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન ખતમ થઈ જશે. સરકારના આ નિર્ણયથી સબસિડીની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત નેશનલ પોર્ટલ દ્વારા સબસિડીની ચુકવણી માટે બેક-એન્ડ ઇન્ટીગ્રેશન પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દેશની આગામી પેઢીને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે એક મોટી યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે. આ અંતર્ગત બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકાય છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે (18 સપ્ટેમ્બર 2024) બપોરે 3 વાગ્યે NPS વાત્સલ્ય યોજના શરૂ કરશે. આ યોજનાની જાહેરાત 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવશે.