શોધખોળ કરો
Advertisement
Reliance jio બની દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની, એરટેલ બીજા સ્થાન પર
ટ્રાઈના નવેમ્બર 2019ના આંકડા મુજબ રિલાયન્સ જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.
નવી દિલ્હી: ટ્રાઈના નવેમ્બર 2019ના આંકડા મુજબ રિલાયન્સ જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. આંકડાઓ મુજબ બીજા સ્થાન પર એરટેલ અને ત્રીજા સ્થાન પર વોડાફોન આઈડિયા આવી ગઈ છે. Jioએ દેશના ટેલિકોમ ક્ષેત્રમાં જંપલાવ્યું ને ત્રણ જ વર્ષ થયા છે.
રિપોર્ટના આધારે નવેમ્બર 2019માં રિલાયન્સ જિયોનું માર્કેટ શેર 32.04 ટકા થયું છે. જ્યારે ભારતી એરટેલની બજારમાં ભાગીદારી 28.35 ટકા અને વોડાફોન આઈડિયાની ફક્ત 29.12 ટકા છે. નવેમ્બરમાં વોડાફોનને ઓક્ટોબરની સરખામણીએ 3.64 કરોડ વાયરલેસ ગ્રાહકોનું નુકસાન થયું હતું જેનાથી તેના માર્કેટ શેરમાં 9.7 ટકાનું નુકસાન થયું હતું.
1 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં 69,83,146 લોકો જિયો સાથે જોડાયા છે. જ્યારે 23,84,610 લોકોએ એરટેલનો સાથ છોડ્યો છે. આ રીતે જ 25,76,726 લોકોએ વોડાફોન-આઈડિયાનો સાથ છોડ્યો છે. BSNL પર લોકોનો ભરોસો કાયમ છે. આ બે મહિનામાં 73,70,928 લોકો બીએસએનએલની સાથે જોડાયેલા છે.
એરટેલ વાયરલાઈન કેટેગરીમાં 7793 નવા ગ્રાહકો જોડ્યા હતા. ઓક્ટોબર 2019માં કંપનીને 8830 કરોડ ગ્રાહકોનું નુકસાન થયું હતું. આ સાથે વાયરલેસ કેટેગરીમાં કંપનીને 16 લાખ નવા ગ્રાહકો મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion