શોધખોળ કરો

Stock Market Closing: ક્યારે અટકશે શેરબજારમાં ઘટાડો ? સતત પાંચમા કારોબારી દિવસે કડાકા સાથે રહ્યું બંધ

Clsoing Bell. આજે સવારે વધારા સાથે શરૂઆત થયા બાદ દિવસના અંતે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

Stock Market Closing, 15th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો સતત ત્રીજો અને સળંગ પાંચમો કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. આજે સવારે વધારા સાથે શરૂઆત થયા બાદ દિવસના અંતે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કેટલા ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર

ભારતીય શેરબજાર 344.29 પોઇન્ટના ઘટાડા સાથે 57555.90 પોઇન્ટ પર અને નિફ્ટી 71.15 પોઇન્ટના ઘટાડા સાથે 16,972.15 પર બંધ રહ્યા. મંગળવારે ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.

રોકાણકારોને નુકસાન

આજે શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને ફરી નુકશાની વેઠવી પડી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 255.76 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.53 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.77,000 કરોડનું નુકસાન થયું છે.

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં ફાર્મા, મેટલ્સ, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મીડિયા, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી છે. જો કે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે 30 શેર નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 8 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા.

વધેલા ઘટેલા શેર્સ

આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 2.99 ટકા, ટાટા સ્ટીલ 2.07 ટકા, ટાઇટન કંપની 1.76 ટકા, લાર્સન 1.47 ટકા, પાવર ગ્રીડ 1.44 ટકા, કોટક મહિન્દ્રા 1.12 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 108 ટકા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ 2 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.85 ટકા, રિલાયન્સ 1.74 ટકા, HDFC બેન્ક 1.54 ટકા, SBI 1.49 ટકા, HUL 1.48 ટકા ઘટીને બંધ થયા છે.

Stock Market Closing: ક્યારે અટકશે શેરબજારમાં ઘટાડો ? સતત પાંચમા કારોબારી દિવસે કડાકા સાથે રહ્યું બંધ

આજે કેમ થયો ઘટોડો

સવારે જોરદાર ખુલવા છતાં અને બપોર સુધી તેજીથી વેપાર કરવા છતાં બજારે તેની ગતિ જાળવી રાખી નહોતી.  રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ફરી ઘટાડા સાથે બંધ થયું.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57900.19ની સામે 368.35 પોઈન્ટ વધીને 58268.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17043.3ની સામે 123.15 પોઈન્ટ વધીને 17166.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39411.4ની સામે 366.50 પોઈન્ટ વધીને 39777.9 પર ખુલ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તક નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 57,548.00 58,473.63 57,455.67 -0.61%
BSE SmallCap 27,155.76 27,448.80 27,141.61 0.00
India VIX 16.30 16.51 14.52 0.00
NIFTY Midcap 100 29,971.25 30,248.25 29,919.95 0.00
NIFTY Smallcap 100 9,080.15 9,160.65 9,062.00 0.00
NIfty smallcap 50 4,107.45 4,140.75 4,099.50 0.01
Nifty 100 16,825.05 17,044.10 16,795.50 -0.37%
Nifty 200 8,840.90 8,951.40 8,826.05 -0.31%
Nifty 50 16,972.15 17,211.35 16,938.90 -0.42%

ગત 4 દિવસમાં રોકાણકારોને કેટલું થયું નુકસાન

બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ 9 માર્ચથી ચાલી રહ્યો છે અને ગઈકાલે 14 માર્ચે સતત ચોથા દિવસે રોકાણકારોને ઘટાડાનો મોટો આંચકો લાગ્યો હતો. માત્ર 4 દિવસમાં ભારતીય બજારમાં રોકાણકારોને 9.56 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ એક મોટો આંકડો છે અને રોકાણકારોના પાકીટમાંથી 9.5 લાખ કરોડથી વધુની રકમ સ્વાહા થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારોBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?
Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
Embed widget