Stock Market Today: ચાર દિવસની મંદી બાદ આજે શેરબજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 32 પોઈન્ટ અપ, નિફ્ટી 17550 આસપાસ ખુલ્યો
બુધવારે સતત ચોથા દિવસે નકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં રોકાણકારો બેકફૂટ પર જોવા મળ્યા હતા. સેન્સેક્સ 927.74 પોઈન્ટ્સનો ભારે ઘટાડો થયો જ્યારે નિફ્ટી 272 પોઈન્ટ ઘટીને 17,600ની નીચે હતો.
Stock Market Today: છેલ્લા ચાર દિવસની મંદી બાજ આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ છે. ત્યારે જોવાનું એ છે કે બજાર ખુલ્યા પછી રિકવરી આવશે કે આજે પણ બજારમાં મંદીવાળાનું જોર યથાવત રહેશે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59744.98ની સામે 32.66 પોઈન્ટ વધીને 59777.64 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17554.3ની સામે 20.35 પોઈન્ટ વધીને 17574.65 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39995.9ની સામે 12.20 પોઈન્ટ ઘટીને 39983.7 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 39.24 પોઈન્ટ અથવા 0.07% વધીને 59,784.22 પર અને નિફ્ટી 6.70 પોઈન્ટ અથવા 0.04% વધીને 17,561 પર હતો. લગભગ 1092 શેર વધ્યા છે, 708 શેર ઘટ્યા છે અને 110 શેર યથાવત છે.
ઓએનજીસી, એચસીએલ ટેક, યુપીએલ, બીપીસીએલ અને ટીસીએસ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટન કંપની સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.
યુએસ ફેડરલ રિઝર્વની મિનિટ્સ જાહેર થયા બાદ વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટીએ તેજી સાથે શરૂઆત કરી છે. એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, જાપાનનું શેર બજાર આજે બંધ રહેશે. યુએસ માર્કેટમાં ડાઉ અને એસએન્ડપી મામૂલી નુકસાન સાથે અને નાસ્ડેક નજીવા વધારા સાથે બંધ થયા છે. આ યુરોપના બજારોમાં પણ વધઘટ જોવા મળી હતી.
સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક
સેક્ટરની ચાલ
FII અને DIIના આંકડા
22 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 579.82 કરોડનું વેચાણ કર્યું હતું. તે જ દિવસે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 371.56 કરોડની ખરીદી કરી હતી.
NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર
23 ફેબ્રુઆરીના રોજ NSE પર F&O પ્રતિબંધ હેઠળ વોડાફોન ઇન્ડિયા એકમાત્ર સ્ટોક છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
અગાઉ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સતત ચોથા દિવસે નકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં રોકાણકારો બેકફૂટ પર જોવા મળ્યા હતા. સેન્સેક્સ 927.74 પોઈન્ટ્સનો ભારે ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી 272 પોઈન્ટ ઘટીને 17,600ની નીચે આવી ગયો હતો.
30 શેરવાળો સેન્સેક્સ 928 પોઈન્ટ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 59,744.98 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ ઉચ્ચ સ્તરે 60,462.90 સુધી ગયો અને તળિયે 59,681.55 પર આવ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 272 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 17,554.30 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 17,772.50ની ઊંચી અને 17,529.45ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.