શોધખોળ કરો
Advertisement
Salary Hike 2021: અત્યારે કંપનીઓમાં ચાલી રહ્યું છે અપ્રેજલનુ કામ, જાણો એવરેજ તમારી સેલેરી કેટલા ટકા વધશે?
એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષ 2021માં કર્મચારીઓના પગારમાં લગભગ 7.7 ટકા વધારો થશે. વૈશ્વિક પ્રૉફેશનલ સેવા કંપની એઓને મંગળવારે ભારતમાં વેતન વૃદ્ધિ પર પોતાના તાજા રિપોર્ટમાં આ વાત કહી છે
નવી દિલ્હીઃ પ્રાઇવેટ નોકરી કરનારા કર્મચારીઓને દર વર્ષ પોતાની સેલેરી વધવાનો બસબ્રીથી ઇન્તજાર રહે છે. ગયુ વર્ષે કોરોના મહામારીની ભેટ ચઢી ગયુ, અને લોકો અને કંપનીઓ માટે કંઇ ખાસ ન રહ્યું. પરંતુ હવે અત્યારે કેટલીક કંપનીઓએ અપ્રેઝલ કામ શરૂ કરી દીધુ છે. આવામાં દરેકના મનમાં સવાલ થાય કે આ વર્ષ સેલેરી કેટલી વધશે?
એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષ 2021માં કર્મચારીઓના પગારમાં લગભગ 7.7 ટકા વધારો થશે. વૈશ્વિક પ્રૉફેશનલ સેવા કંપની એઓને મંગળવારે ભારતમાં વેતન વૃદ્ધિ પર પોતાના તાજા રિપોર્ટમાં આ વાત કહી છે.
(પ્રતિકાત્મક તસવીર)
સર્વમાં 1200થી વધુ કંપનીઓની રાય સામેલ.....
સર્વેમાં 20 સેક્ટર્સની 1200થી વધુ કંપનીઓનો મતને સામેલ કરવામાં આવ્યો છે. સર્વેમાં સામેલ 88 ટકા કંપનીઓએ કહ્યું કે તેનો 2021માં પોતાના કર્મચારીઓની વેતન વૃદ્ધિનો ઇરાદો છે. એઓનના મુખ્ય કાર્યપાલક અધિકારી - સીઇઓ નિતીન સેઠીએ કહ્યું- અમે આગામી પરિવર્તનોની અનિશ્ચિતતા અને સંભવિત પ્રભાવને જોતા 2021નુ વેતન વૃદ્ધિની ગતિને અધિક સમય સુધી ચાલતા જોવાની આશા રાખી રહ્યાં છીએ.
સર્વે અનુસાર, અન્ય કેટલાય મજબૂત દેશોની સરખામણીમાં ભારતમાં વેતન વૃદ્ધિને લઇને મજબૂત આધારના સંકેત મળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સંકટગ્રસ્ત 2020 માં લગાવવામાં આવેલા લૉકડાઉન છતાં આ ભારતમાં વેતન વૃદ્ધિની સંભાવના બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન)માં સૌથી વધુ છે. સેઠીએ કહ્યું જોકે એ પણ સંભવ છે કે કેટલાક પગારના મામલામાં કર્મચારીઓને તે પ્રકારથી કેશ ઇન હેન્ડ (હાથમાં રોકડ)નો લાભ નહીં મળી શકે, જો કંપની કે સંસ્થા આ વેતન વૃદ્ધિને ભવિષ્ય નિધિ યોગદાન દ્વારા ચાલુ રાખશે તો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement