Corona News Live Update: અમદાવાદમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ તો 30 હજાર એક્ટિવ કેસ
અમદાવાદમાં કોરોનાના નવા 3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે
LIVE
Background
અમદાવાદમાં કોરોનાના નવા 3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે, શહેરમાં હાલમાં ૩૦ હજાર એકિટવ કેસ છે. ,રોજ સાત હજાર થી વધુ ટેસ્ટ થાય છે.
ગુજરાતમાં કોરોનાના 11,794 કેસ 8 મહિના બાદ સૌથી વધુ 33ના મૃત્યુ થયા છે. તો કોરોનાના 54 ટકા નવા કેસ માત્ર અમદાવાદ-વડોદરામાં નોંધાયા છે. 11 દિવસ બાદ 1 લાખથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જાન્યુઆરીમાં જ 290ના મૃત્યુ થયા છે.
કોરોનાની સ્થિતિને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
સુરતમાં કોરોનાની સ્થિતિને જોઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોકટેસ્ટ ઘરેથી આપી શકશે. આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે ઓનલાઈન મોકટેસ્ટ વિદ્યાર્થીએ કોલેજ જવાની જગ્યાએ જગ્યાએ ઘેરેથી જ મોકટેસ્ટ આપી શકશે..
રાજસ્થાનના રાજ્યપાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી કલમિશ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણ જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવવા અનુરોધ કર્યો છે.
કોવિડની ગાઇડ લાઇન મુજબ આ દિવસથી દર્શનાર્થીઓ કરી શકશે અંબાજીના દર્શન, જાણી લો દર્શનનો સમય શું રહેશે
પહેલા માત્ર 1 ટકો દર્દીઓને દાખલ કરવા પડતા હતા હવે 5 થી 6 ટકા દર્દીઓને દાખલ કરવા પડે છે. 20 ટકા દર્દીઓને ડેલ્ટા વાઇરસ ની અસર હોવાથી તબીબોની ચિંતા વધી છે. અમુક દર્દીઓને ઓક્સિજન અને રેમડેસિવરનું જરૂરિયાત પડી રહી છે.
શક્તિપીઠ અંબાજી 1 ફેબ્રુઆરી થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે, ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન,
કોરોના ગાઈડ લાઈન અનુસાર કરી દર્શન કરી શકાશે, 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓ માટે ઓન લાઈન બુકીંગ રહેશે. અંબાજી મંદિર ની વેબ સાઇટ પર રસીકરણ ના સર્ટી સહિત ડોક્યુમેટ અપલોડ કરવાના રહેશે. 65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓ ને ઘરે થી ઓન લાઈન દર્શનનો અનુરોધ કરાયો છે. 1 ફેબ્રુઆરી થી સવારે 7.30 થી 11.30..બપોરે..12.30 થી 4.15 અને સાંજે 7 થી 9 દર્શનનો સમય રહેશે
પાટણ જિલ્લામાં આજે 280 નવા કેસ નોંધાયા, વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2257 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં આજે 280 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 1,420 દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે.શંકાસ્પદ દર્દીઓના 2,041સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,138 કેસ નોંધાયા છે.
વડોદરામાં કોરોના કેસોમાં સામાન્ય ધટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક માં વધુ 2257 કેસ નોંધાયા છે. તો હાલ શહેરમાં 22 ,171 એક્ટિવ કેસ નોંધાયા છે. 21,655 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 516 દર્દીઓ છે. 177 દર્દીઓ ઓક્સિજન પર છે. 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ત્રણ દર્દીના મોત થયા છે. વધુ 21 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા.
દ્વારકા જિલ્લામાં આજે 22 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા, જ્યારે 63 કોરોના ગ્રસ્ત દર્દીઓ ડિસચાર્જ થયા
દ્વારકા જિલ્લામાં આજે 22 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 63 કોરોના ગ્રસ્ત દર્દીઓ ડિસચાર્જ થયા છે.
ભાણવડ માં 1 , દ્વારકા માં 9 , કલ્યાણપુર માં 3 અને ખંભાળિયા તાલુકા માં 9 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
પંચમહાલ જિલ્લામાં આજે નોંધાયા વધુ 75 કોરોના પોઝિટિવ કેસ તો જિલ્લાના ગોધરા તાલુકામાંથી 22,હાલોલ 34 કાલોલ 01, શહેરા 05 અને ઘોઘંબા તાલુકામાંથી 13 કેસ મળી આવ્યા હતા. 74 કોરોના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. તો જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10758 પર પહોંચી છે જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 473 થઈ છે.