શોધખોળ કરો

Gandhinagar: ગૂજરાતના દુર્ગમ વિસ્તારો દેવદૂત બનીને હેલ્થ સેવા આપી રહી છે મોબાઈલ હેલ્થ યુનિટ, લાખો લોકો લઈ ચૂક્યા છે લાભ

ગાંધીનગર: મોબાઈલ હેલ્થ યુનિટ ભૌગોલીક દુર્ગમ, પહાડી, દૂર-સુદૂર, અંતરિયાળ અને રણ વિસ્તારના નાગરિકોને ઘર આંગણે પાયાની આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે.

ગાંધીનગર: કોઈપણ દેશ અથવા રાજ્યના વિકાસમાં ત્યાંના નાગરિકોની આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે તેમની શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ-રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. 

રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાતમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટો કાર્યરત છે. જેમાં ૪૫ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU), ૩૦ મોબાઈલ મેડિકલ યુનિટ (MMU) તેમજ ૫૩ મોબાઈલ હેલ્થ યુનિટ (એએસવી એમએયુ) અડીખમ છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪, વલસાડમાં ૧૧ અને બનાસકાંઠામાં ૦૯ મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત છે.

રોગનિદાન સારવાર સેવાઓ 
છેલ્લા એક વર્ષમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ૩૮,૦૯૯ રૂટ કરી ૨૩.૬૦ લાખથી વધુ નાગરિકોને ઓન રૂટ ઓ.પી.ડી. સેવાઓ આપી છે. જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા ૧૫,૯૮૩ રૂટ ઉપર ૧,૨૪,૪૫૪૦ દર્દીઓની સેવા આપી, મોબાઈલ હેલ્થ યુનિટે ૧૩,૦૯૭ રૂટ કરી ૩,૯૦,૭૧૨ તેમજ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ૯૦૧૯ રૂટ કરી ૭,૨૫,૦૨૫ નાગરિકોને સારવાર આપવામાં આવી છે.

મોબાઇલ હેલ્થ યુનિટ એમએચયુ, એમએમયુ અને એએસવી એમએયુ યુનિટ દ્વારા નાના બાળકોની સારવાર, રોગ અટકાયત માટે જરૂરી માર્ગદર્શન, આંગણવાડી- શાળાના બાળકોની તપાસ અને સારવાર અંગત સ્વચ્છતા, તરૂણ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત તમાકુના રોગો, HIV/એઇડસ વિગેરે જેવા રોગો વિષે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા ૧૧,૩૫૯ પૂર્વ પ્રસૂતિ સંભાળ સેવા આપી છે. જ્યારે ૧.૨૫ લાખથી વધુ તરુણોને, ૫૯,૦૬૪ આંગણવાડીના બાળકોની તપાસણી કરી, ૧,૦૫૫ હાઈરીસ્ક માતાઓ તેમજ ૩૫૦ તાત્કાલિક સેવાઓ એમ કુલ મળીને ૧,૯૬,૯૦૪ નાગરિકોને મોબાઇલ હેલ્થ યુનિટ થકી સારવાર આપવામાં આવી છે.

આ ઉપરાંત મોબાઇલ મેડીકલ યુનીટમાં હિમોગ્લોબિન, મેલેરીયા સ્લાઇડ, પેશાબ સંબંધિત પ્રાથમિક આરોગ્યની તપાસ પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા કુલ ૪.૯૦ લાખથી વધુ નાગરિકોનો લેબોરેટરી તપાસ ઓન રૂટ કરવામાં આવી છે. જે અંતર્ગત ૩,૩૧,૧૫૪ નાગરીકોની લોહીની તપાસ, ૧,૨૬,૪૪૦ પેશાબની તપાસ તેમજ ૩૩,૨૮૬ નાગરીકોની મેલેરિયા પેરાસાઇટની તપાસણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઇલ હેલ્થ/મેડીકલ યુનીટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનુ સુચારુ સંકલન થાય તેમજ સરળતાથી સેવાઓ આપી શકે. સાથોસાથ દરેક મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટી.એચ.ઓ અને સી.ડી.એચ.ઓ દ્વારા એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન પ્રમાણે ચાલે છે અને આ વાહન ગ્રામ પંચાયત ખાતે ઉભું રહે છે.

આ ઉપરાંત મોબાઇલ હેલ્થ યુનિટ, આરોગ્ય સંજીવની વાન(એમએચયુ) અને મોબાઇલ મેડીકલ યુનિટ જીપીએસ જેવી અદ્યતન ટેકનોલોજી સુવિધાયુક્ત છે. સાથે જ તેની સ્ટેટ લેવલે મોનીટરીંગ પણ કરવામાં આવે છે. આ મોબાઇલ હેલ્થ યુનિટમાં અને આરોગ્ય સંજીવની વાનમાં ડૉકટર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને ડ્રાઇવરની મદદથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ત્રિજયામાં ૨૦ થી ૩૫ હજારની વસ્તીને આવરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો...

'વાવના ઠાકોરો તમે....' - અલ્પેશે વાવમાં ગેનીબેનને તેમના જુના નિવેદન પર ઘેર્યા, જાણો શું યાદ કરાવ્યું

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
Embed widget