શોધખોળ કરો

Gandhinagar: સાબરમતી નદી પર બંધ બાંધવા મુદ્દે રાજકારણ ગરમાયું, અશ્વિન કોટવાલે અશોક ગેહલોત પર ગંભીર આક્ષેપ કર્યા

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાનમા બંધ બનાવવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર ગંભીર આક્ષેપ કર્યા છે.  

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાનમા બંધ બનાવવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર ગંભીર આક્ષેપ કર્યા છે.  કોટવાલે આરોપ લગાવતા કહ્યું કે, ગેહલોત સરકારનો મતો લેવાનું અને આદિવાસીઓને હટાવવાનો નુસ્ખો છે. રાજસ્થાનમાં ચૂંટણી આવતા ગેહલોત આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે. રાજસ્થાન સરકાર ગુજરાત બોર્ડર પર અને બે નદીઓ પર બંધ બનાવી રહી છે. ૧૯૭૨મા ડેમ બન્યો હતો કરાર પ્રમાણે ૩૦૦ કિમીમાં બંધ ન બની શકે. કોંગ્રેસની રાજસ્થાન સરકાર કરારનો ભંગ કરી રહી છે.

કોટવાલે વધુમાં કહ્યું કે, આદિવાસી સમાજના ૧૮ ગામો વિસ્થાપિત થશે. વિસ્થાપિતને પુન:વસવાટ કોંગ્રેસની સરકાર કરી શકી નથી. સરકારને વિનંતી છે આદિવાસીઓના પુન:વસવાટનો પ્રશ્ન થશે. ધરોઈ ડેમ ભરાશે નહીં યોગ્ય પાણી ભરાશે નહી તેથી ઉત્તર ગુજરાતને મોટું નુકશાન થશે.

સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં આગ લાગી

પલસાણા તાલુકામાં એક ગંભીર ઘટના સામે આવી છે. અંત્રોલીના ખાતે ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં આગ લાગતા આ દુર્ઘટના ઘટી છે. આ પરિવારે રાત્રે ઘરની અંદર ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જ કરવા મુકી હતી. રાત્રી દરમિયાન ઘરમાં ચાર્જ કરવા મુકેલી બેટરી ફાટતા જોત જોતામાં આખા ઘરમાં આગ ફેલાઈ હતી. આગમાં ઘર વખરી તેમજ ઇલેક્ટ્રિક બાઇક સહિત બે મોટરસાયકલ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

આગ લાગતા પરિવારે બુમાબુમ કરી હતી જે બાદ લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. ઘટનાના પગલે ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં સંપૂર્ણ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લાગી હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.

અમદાવાદમાં નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી થતા બાળકનું મોત

અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના નિર્માણધીન ઇમારતની દીવાલ ધરાશાયી છે. જે બાદ લોખંડનો દરવાજો બાળક માથે પડતા તેનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત બાળકને શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. એક બાળકની ઉંમર 6 વર્ષ અને એકની 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા અરેરાટી મચી ગઈ છે. 

ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે હાડ થીજવતી ઠંડી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાન ગગડ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget