Gandhinagar: ચૂંટણી પહેલા આપ તુટ્યુ, વધુ એક મોટા નેતાએ પાટિલની હાજરીમાં કર્યો કેસરિયો ધારણ, જાણો
આપના નેતા ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે
Gandhinagar: વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષને વધુને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગયા છે, આ મામલે ભાજપ સૌથી આગળ છે, કોંગ્રેસ નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે.
આપના નેતા ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉદયસિંહ ચોહાણ વર્ષ 2019માં આમ આદમી પાર્ટીના બાલાસિનોરના ઉમેદવાર રહી ચૂક્યા છે, તેમને 2019માં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ભાજપ સામે ચૂંટણી લડી હતી. આ ઉપરાંત ઉદયસિંહ ચૌહાણ બાલાસિનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના ચેરમેન તરીકે કામગીરી કરી ચૂક્યા છે તથા ક્ષત્રિય સમાજના પણ તેઓ સામાજિક આગેવાન છે.
પીઆઇ પાસેથી દારુની બૉટલ મળી આવતા કેસ દાખલ, કરાઇ પોલીસ તાલીમ કેન્દ્રમાં ઘટી ઘટના
ગુજરાત પોલીસ એકેડેમીમાંથી દારુ પકડાયાની ફરિયાદ દાખલ થઇ છે. ગાંધીનગરમાં આવેલા કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાંથી પકડાયો દારૂ હોવાની વાત સામે આવતા જ તપાસનો દોર શરૂ થઇ ગયો છે, અને આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી છે કે, ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી છે, અને મૂળ બનાસકાંઠાનો વતની છે.
ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ અને ....
ગાંધીનગર: ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આજરોજ ચેકીંગ દરમિયાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. જે કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ DGPને કરવામાં આવી હતી. DGP વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી PI વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબતને DGPએ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.