(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ ઉમેદવારો માટે લીધો મોટો નિર્ણય, આપી મોટી રાહત
Gandhinagar: ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
Gandhinagar: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાને લઈ ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં CCEની પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટીની કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાના ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટીની કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવામાં આવશે. આવા ઉમેદવારોએ પરીક્ષાની તારીખ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આધાર-પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંદનામુ પણ આપવું પડશે. બીજી મહત્વની બાબત એ છે કે ઉમેદવારનાં પોતાના મેરેજ હશે તો જ છૂટછાટ મળશે જો પરિવારમાં કોઇના લગ્ન હશે તો રાહત મળશે નહીં
CCE અંતર્ગત કુલ 5554 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્ધારા 1 માર્ચ 2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ઉમેદવારો કોલ લેટરમાં ફાળવેલા સ્થળ, તારીખ અને સમય બદલી શકશે નહીં. આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સીઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર નિર્ણય લેવાયો હતો
ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં તો ઉમેદવારે લગ્નની અસલ કંકોત્રી સાથે અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. ઉપરાંત ઉમેદવારે લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ પણ રજૂ કરવાનું રહેશે. જો યુનિવર્સિટીની પરીક્ષા હોય તેવા કિસ્સામાં ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂરી આધારો અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે.
મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્ધારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ અંગે જરૂરી આધાર-પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે. આ માટે સોગંદનામાની જરૂર નથી.
ઉપયુક્ત અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની નિયત નમૂના મુજબની અરજી 12 માર્ચ 2024 સુધીમાં મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ કે ઉપયુક્ત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.જો કોઈ ઉમેદવાર દ્ધારા ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.