શોધખોળ કરો

Gandhinagar: વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને જેલની સજા, કોર્ટે ફટકાર્યો 50 હજારનો દંડ

Gandhinagar: ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.

Gandhinagar: ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. વર્ષ 2020માં સેક્ટર-28માં આવેલી વસંતકુંવર બા શાળામાં લેસન ન કરવા જેવી બાબતે શિક્ષિકા પારુલબેને ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લાફો ઝીંક્યા હતા. જેના કારણે વિદ્યાર્થિનીનો કાનનો પડદો ફાટી ગયો હતો. કોર્ટે નોંધ્યું કે શિક્ષિકાએ કરેલો આ હુમલો ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. શિક્ષિકાએ સત્તાનો દુરુપયોગ અને માસુમ વિદ્યાર્થિની પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજાની સાથે 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. 

લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે જેલની સજા ફટકારી

વર્ષ 2020ના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. શિક્ષિકાએ માર મારતાં વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. શિક્ષિકાને જેલની સજા સહિત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લેસન નહીં કરવા બદલ શિક્ષિકાએ લાફો માર્યો હતો. જેના કારણે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થિનીને સાંભળવાની શક્તિ પર ગંભીર અસર થઈ હતી. કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સહિત દંડ ફટકાર્યો છે. દંડની રકમ વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા સત્તાનો દુરુપયોગ અને માસૂમ બાળક પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત છે, જે ભવિષ્યમાં અન્ય માટે ઉદાહરણરૂપ બનશે. કોર્ટે નોંધ્યું કે  આ હુમલો 'ક્રૂરતા'ની શ્રેણીમાં આવે છે અને તે ગંભીર ઈજા પહોંચાડવી અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ ગુનો બને છે. કોર્ટે આ ઘટનાને બાળકોના અધિકારો અને શાળામાં સુરક્ષિત વાતાવરણના ઉલ્લંઘન તરીકે ગંભીરતાથી લીધી હતી. શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર સહન કરી શકાય નહીં. આ સજા શિક્ષકો માટે એક મોટો સંદેશ છે કે બાળકો સાથે થતી કોઈ પણ પ્રકારની હિંસાને સહન કરવામાં આવશે નહીં.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget