શોધખોળ કરો
12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર, 35 સ્કૂલોનું 100 ટકા પરિણામ
10 ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 26 થી વધી 49 થઈ, 155 જેટલા દિવ્યાંગ સફળ
ગાંધીનગરઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં કુલ 72.90 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે પત્રકાર પરિષદમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી જણાવ્યું કે, ચાલુ વર્ષે 139 કેન્દ્રો પરથી 1.23 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ.
- રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ - વિદ્યાર્થીઓનુ પરિણામ 71.83 ટકા - વિદ્યાર્થીઓનુ પરિણામ 72.01 ટકા - ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા - અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા -છોટા ઉદેપુર સૌથી ઓછુ 29.81 ટકા - ધ્રોલ તાલુકાનું કેન્દ્ર 93. ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ - બોડેલી કેન્દ્ર 29.81 ટકા પરિણામ સાથે રાજ્યમાં છેલ્લા ક્રમે - 35 શાળાઓમાં 100 ટકા પરિણામ - એ ગ્રુપનું 78.92 ટકા પરિણામ - બી ગ્રુપનું 76.27 ટકા પરિણામ - 155 જેટલા દિવ્યાંગ સફળ - 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 42 થી ઘટી આ વખતે 35 થઈ - 10 ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 26 થી વધી 49 થઈ 2018-19માં રાજયમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં મળી 17 હજાર 761 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ડાંગ-આહવામાં સૌથી ઓછા 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષા આપી હતી. સૌથી વધુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા. 2017 રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું. સુરતઃ કઇ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યા સૌથી વધુ A1 ગ્રેડ, જુઓ વીડિયો વડોદરાઃ 91% મેળવનારા વિદ્યાર્થીએ શું કહ્યું ? જુઓ વીડિયો સુરતઃ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શું કહ્યું, જુઓ વીડિયોધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામ જાહેર થવાના અવસરે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ-પરિવારજનોને અભિનંદન પાઠવુ છું. આપની કારકિર્દીમાં શાળા, શિક્ષક અને પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ગુજરાતનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ.#GSEB
— Chowkidar Jitu Vaghani (@jitu_vaghani) May 9, 2019
વધુ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ