ધો-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક મુદ્દે વિદ્યાર્થીઓમાં ગુંચવાડો, જાણો વિદ્યાર્થીઓની શું છે મુંજવણ?
ધોરણ 10 બાદ વિદેશ જનારા કે બીજા રાજ્યમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થી માટે કયું પ્રશ્નપત્ર માન્ય રહેશે તે અંગે વિદ્યાર્થી-શિક્ષકોમાં મૂંઝવણ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 માટે ગણિત વિષયમાં પ્રશ્ન પત્રમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેની અંદર ધોરણ 10ના વિદ્યાર્થી મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, ધોરણ 10 બાદ વિદેશ જનારા અથવા બીજા રાજ્યમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થી માટે કયું પ્રશ્નપત્ર માન્ય રહેશે તે અંગે વિદ્યાર્થી અને શિક્ષકોમાં મૂંઝવણ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
શિક્ષકોનું કહેવું છે કે શિક્ષણ વિભાગ આ મુદ્દે જલ્દીથી સ્પષ્ટતા કરે તે ઇચ્છનીય છે. ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કે iti જેવા કોર્ટમાં જવાના છે તેમના માટે ક્યુ ગણિત માન્ય છે તે અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળા દ્વારા હજુ સુધી અમને આ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી નથી કે ધોરણ 10 ના પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ગણિતના બે ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી બીજા રાજ્યમાં અભ્યાસ અર્થે જવાનું છે તે વિદ્યાર્થીઓ માટે ગણિતનું ક્યુ પ્રશ્ન પત્ર માન્ય રહેશે તે અંગે પણ વિદ્યાર્થીઓ સ્પષ્ટતા માંગી રહ્યા છે.
CBSE ધોરણ-12ના પરિણામ પછી હવે આજે CBSE ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. આજે બપોરે 12 વાગે ઘોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. આ પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ સાથે ની રાહ જાઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો ટુંક સમયમાં અંત આવશે.
કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઈ બોર્ડ ધોરણ 12નું પરિણામ ગત 30 જુલાઇએ જાહેર થયું હતું. કેન્દ્રીય વિદ્યાલય અને સીટીએસએ સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ફરી એકવાર ધોરણ-12ના પરિણામોમાં છોકરીઓએ મેદાન માર્યું છે. છોકરીઓએ છોકરાઓ કરતાં 0.54 ટકા સારું પરિણામ મેળવ્યું છે. છોકરીઓનું 99.67% , જ્યારે છોકરાઓનું 99.13% પરિણામ આવ્યુ હતું.