શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું? જાણો વિગત
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ તુટી પડશે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટરમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટને એલર્ટ કરી દેવાયા છે. આ સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ અને પંચમહાલ, દાહોદ, ખેડા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નર્મદા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 ઓગસ્ટ સુધી અધિકારીઓને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓને પોતાનું હેડક્વાટર નહીં છોડવા પણ સરકારનો આદેશ છે. રાજ્યમાં NDRF-18 અને SDRFની 11 ટીમો તૈનાત કરી દીધી છે.
રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. હેડ કવાર્ટર નહીં છોડવા કલેકટરે આદેશ કર્યા છે. સૌરાષ્ટ્રમાં 10 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 6૭ ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે. ત્યારે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદ રહેશે તેવી હવામાને આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement