શોધખોળ કરો
Advertisement
10 ઓગસ્ટ સુધી ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડી શકે છે ધમાકેદાર વરસાદ? જાણો વિગત
હવામાન વિભાગ પ્રમાણે, આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ એલર્ટને પગલે તમામ તૈયારી કરી દેવામાં આવી છે.
ગાંધીનગર: છેલ્લા 10 દિવસથી પણ વધારે દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ એલર્ટને પગલે તમામ તૈયારી કરી દેવામાં આવી છે.
તેમજ સપ્તાહના અંતે 9 ઓગસ્ટ-10 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. લો-પ્રેશરને કારણે સક્રિય થનારી સિસ્ટમ ગુજરાતમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે વડોદરા, આણંદ, નવસારી અને ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વિભાગના જણાવ્યા પ્રમાણે, વલસાડ, દાહોદ, છોટા ઉદેરપુર, તાપી, સુરત, ડાંગ, પંચમહાલ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દમણ, દાદર નગર હવેલી, સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
આવી જ આગાહી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા દેવભુમી જિલ્લામાં પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં 4 ઈંચથી વધુ વરસાદ અને જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે જગ્યાએ 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement