શોધખોળ કરો
Advertisement
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન થયું જાહેર, કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે રજાઓ?
ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે 3 મેથી લોકડાઉન સંપૂર્ણપણે નહીં હટાવી લેવાય એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કરી દીધું છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે 3 મેથી લોકડાઉન સંપૂર્ણપણે નહીં હટાવી લેવાય એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કરી દીધું છે. આ સંજોગોમાં રાજ્યની શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ઝડપથી નહીં ખૂલે એ સ્પષ્ટ છે ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યમાં વેકેશનની તારીખો જાહેર કરી દીધી છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની પ્રાથમિક શાળાઓનું નવું સત્ર 8 જુનથી શરૂ કરવાની સૂચના આપી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 4 મેથી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને પ્રાથમિક શાળાઓનું નવું સત્ર 8 જુનથી શરૂ થશે.
અલબત્ત એ સ્પષ્ટતા પણ કરાઈ છે કે, કોરોનાની મહામારીમાં વેકેશન લંબાવા કે ટૂંકાવવા બાબતે રાજ્ય સરકાર દ્વારા હવે પછી કોઈ નિર્ણય લેવાશે તો તેની જાણ જાહેર માધ્યમો દ્વારા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement