શોધખોળ કરો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટઃ છેલ્લા 12 કલાકમાં 54 નવા કેસ આવ્યા સામે, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 432 થઈ
ગુજરાતમાં જે 432 કેસ છે તેમાંથી 379 એક્ટિવ કેસ છે જેમાંથી 3 ક્રિટિકલ છે જ્યારે 376 સ્ટેબલ છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 54 કેસ જોવા મળ્યા છે. ગઈકાલે સાંજે 378 કેસ હતા તે હવે વધીને 432 થયા છે. ઉપરાંત ગાંધીનગરના એક પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે જે નવા 54 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં જે 432 કેસ છે તેમાંથી 379 એક્ટિવ કેસ છે જેમાંથી 3 ક્રિટિકલ છે જ્યારે 376 સ્ટેબલ છે. જ્યારે 34 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 1593 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 124 પોઝિટિવ, 1187 નેગેટિવ અને 282 સેમ્પલ પેન્ડિંગ છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8331 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 432 પોઝિટિવ આવ્યા છે જ્યારે 7617 નેગેટિવ આવ્યા છે અને 282 પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે 432 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 367 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.
ક્યા જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ - 228
સુરત - 28
રાજકોટ - 18
વડોદરા - 77
ગાંધીનગર - 14
ભાવનગર - 23
કચ્છ - 4
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 14
છોટા ઉદેપુર - 2
જામનગર -1
મોરબી - 1
આણંદ - 5
સાબરકાંઠા - 1
દાહોદા - 1
ભરૂચ - 7
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement