શોધખોળ કરો

Patan: પાટણમાં શિક્ષકની હેવાનિયતનો કિસ્સો આવ્યો સામે, વિદ્યાર્થીને ઢોર માર મારતા શરીર પર નિશાન પડી ગયા

પાટણ:  પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પાટણ:  પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે, ભોગ બનનાર વિધાર્થીના વાલીગણ દ્વારા રોષ ઠાલવી શાળા સંચાલકને લેખિતમાં રજુઆત કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.  રજૂઆત અંગે આચાર્ય દ્વારા શિક્ષકની પ્રવૃત્તિ બદલ તપાસ કરી મંડળ સમક્ષ રિપોર્ટ મૂકી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, તો વિધાર્થીને મારમારનાર શિક્ષક બનાવને પગલે શાળામાંથી રજા પર ઉતરી ગયા હતા.

 શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત

પાટણ શહેરની શ્રી.શેઠ. એમ. એન હાઇસ્કુલમાં ધોરણ 8મા અભ્યાસ કરતાવિદ્યાર્થીને ગુરુવારે વર્ગમાં મસ્તી કરવા મામલે શાળામાં ફરજ બજાવતા શિક્ષક મયંક પટેલ દ્વારા બાળકની ભૂલને પ્રેમથી સમજાવવા કે ઠપકો આપવાના બદલે ઢોર માર  મારવામાં આવતા ભોગ બનનાર બાળકે ઘરે જઈ પરિવારને જાણ કરતા વાલી રોષે ભરાઈ શાળામાં આવી આચાર્યની ઓફિસમાં શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

કોઈને કહ્યું તોં તને એલસી આપી દઈશ

શાળા શરૂ થયા પછી બધા વિદ્યાર્થીઓ  વર્ગ ખંડમાં ગયા હતા અને વિદ્યાર્થી મસ્તી કરતો હોઈ જે મામલે શિક્ષકે ઠપકો આપવાની જગ્યાએ વિદ્યાર્થી પર કૃતાપૂર્વક ગુસ્સો ઠાલવી બરડાના ભાગે સોળ પડી જાય તે પ્રકારનો ઢોર માર મારતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી ને પુછાતા તેને જણાવ્યું હતું કે શાળામાં અન્ય એક વિદ્યાર્થીઓ પણ મસ્તી કરતા હતા તેમેને પણ  માર મારવામાં આવ્યો હતો. મને દીવાલની પાળી પરથી પગ ભરાઈને ઉંધો લટકાયો હતો અને પછી પણ મને માર્યો હતો. કોઈ ને કહ્યું તોં તને એલસી આપી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી તેમ જણાવ્યું હતું.

વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપવામાં આવી

સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્યને પુછાતા તેમને જણાવ્યું હતું કે આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપી છે જે શાળા મંડળને આપી બન્ને પક્ષને સાંભળીને ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. વિધાર્થીને મારવારની ઘટનાને સૌ કોઈ ધિક્કારી રહ્યા છે ત્યારે પોતાના વ્હાલસોયા દીકરાને કોઈ મારે ત્યારે માઁનું કાળજું કંપી જતું હોય છે ત્યારે ભોગ બનનાર બાળકની માતા મીડિયા સમક્ષ નિવેદન આપતાં ભાવુક બની ગયા હતા. કારણ કે જયારે કોઈ માતા પિતા પોતાના બાળકને શાળાએ મોકલતા હોય છે ત્યારે ક્યાંક એ આશાએ મોકલતા હોય છે મારું બાળક જે શાળામાં અભ્યાસ અર્થે જાય છે તે શાળાના શિક્ષકો મારા દીકરાના બીજા મા-બાપ છે જેથી એક મા જે રીતે પોતાના બાળકને કોઈ ભૂલ કરે તો પ્રેમથી સમજાવી ઠપકો આપશે પણ આ રીતે ઢોર માર તો નહીં જ મારે. પરંતુ અહીંયા તો શિક્ષક એ તમામ હદ પાર કરી બાળકને ઢોર માર મારવાની ઘટનાથી વાલીગણમાં રોષ જોવા મળી રહ્યો છે.  શિક્ષક પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.

નિરક્ષકની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

પ્રાર્થમિક શાળા માં ધોરણ આઠમાં ભણતા વિધાર્થીને મારમારવાની ઘટના જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકરીને થતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા અને તપાસ નિરક્ષકની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં શાળાના આચાર્ય તેમજ ભોગ બનનાર વિધાર્થી અને અને તેના વાલીનું નિવેદન લઈ તાપસ અહેવાલ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget