Dahod: બાઈક લઈને જતા યુવક પર અચાનક વીજપોલ પડતા ઘટના સ્થળે મોત
દાહોદ: વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી વીજપોલ પડતાં યુવકનું મોત નિપજ્યું છે. ગરબાડાના ભે ગામે બાઈક ચાલક પર વીજપોલ પડ્યો હતો. 39 વર્ષીય વિજય સેવાભાઈ રાઠોડના નામના યુવકના માથે વીજપોલ પડતા મોતને ભેટ્યો હતો.
દાહોદ: વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી વીજપોલ પડતાં યુવકનું મોત નિપજ્યું છે. ગરબાડાના ભે ગામે બાઈક ચાલક પર વીજપોલ પડ્યો હતો. 39 વર્ષીય વિજય સેવાભાઈ રાઠોડના નામના યુવકના માથે વીજપોલ પડતા મોતને ભેટ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિજય રાઠોડ મોટરસાયકલ લઈને દૂધ ભરવા જઈ રહ્યો હતો તે દરમિયાન તેમની સાથે આ દુર્ઘટના ઘટી હતી.
માથાના ભાગે ગંભીર થતા મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
વરસાદી પાણીનો નિકાલ ન થતા મહિલાઓ બની રણચંડી
ગોધરાનાં ખાડી ફળિયાના રામેશ્વર નગર ચિત્રા ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા જ વરસાદમાં સોસાયટીના રસ્તા-શેરીઓમાં જલ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. વધુ વરસાદ પડે ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હોય છે અને ઘર વખરી સહિત મોટું નુક્શાન વેઠવાનો વારો આવતો હોય છે. ચોમાસાં દરમિયાન આ વિસ્તારનાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાતા હોય છે. વરસાદ રોકાયા બાદ પણ એક અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહે જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરજન્ય રોગનો સામનો કરવાનો વારો આવે છે.
છેલ્લાં દસ વર્ષથી પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છતાં આ વિસ્તારના લોકોની રજૂઆત ઘ્યાને લેવામાં નથી આવી ત્યારે સમસ્યાથી ત્રસ્ત સોસાયટીની મહિલાઓ પોતાની રજૂઆત લઈ ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજીનાં નિવાસ સ્થાને પહોચ્યા હતા અને ત્યા ધામા નાખ્યા હતા.
જોકે ધારાસભ્ય કોઇ કારણસર ઘરે મળી આવ્યા ન હતા પરંતુ ખાડી ફળીયા વિસ્તારની મહિલાઓ રજૂઆત લઈ ધારાસભ્યનાના દ્વારે પહોંચ્યા હોવાની જાણ થતા પાલિકા પ્રમુખ પણ ધારાસભ્યના નિવાસસ્થાને દોડી આવ્યા અને પાણીનાં નિકાલ માંટે કામ કામગીરી કરવા માટે આશ્વાસન આપવામાં આપ્યું હતું. આ તરફ ખાડી ફળીયા વિસ્તારની સોસાયટીના વરસાદી પાણીનાં નિકાલ માટેની કામગીરી માટે ગત વર્ષે રૂપિયા 72 લાખ ફાળવવામાં આવ્યા હતા અને આ કામગીરી જલ્દી પુર્ણ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ સંજય સોનીએ જણાવ્યું હતું.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial