Valsad: ધરમપુર તાલુકામાં પુરપાટ કારે અન્ય ગાડી સાથે અકસ્માત કર્યો, 7 લોકો ઈજાગ્રસ્ત, કારમાંથી દારુ મળ્યો
રાજ્યમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. વલસાડ જિલ્લામાં પણ એક એકસ્માતની ઘટના બની છે. વલસાડના ધરમપુર તાલુકામાં અકસ્માતની ઘટના બની છે.
વલસાડ: રાજ્યમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. વલસાડ જિલ્લામાં પણ એક એકસ્માતની ઘટના બની છે. વલસાડના ધરમપુર તાલુકામાં અકસ્માતની ઘટના બની છે. ધરમપુર તાલુકાના આસુરા ગામ નજીક આવેલ નદી પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ગાડીએ અન્ય ગાડીને અડફેટે લીધી હતી. પીપલપાડા ગામના લોકોને અડફેટે લેતા 6 થી 7 લોકોને ઇજા પહોંચી છે.
રેડ કલરની ક્રૂઝ કાર દ્વારા મેક્સ જીપ સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અકસ્માત બાદ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં 2 ને ગંભીર ઇજાઓ થતા સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર-તળાજા નેશનલ હાઇવે પર સાણોદરના પાટીયા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસી ગઈ, 2 યુવકનાં મોત
રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતા. જે બાદ તમામને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય યુવકો વાવડી ગામેથી સીમંત પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં નિલેષ અને અનિલ નામના યુવાનનું મોત નીપજ્યું છે, ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ડંપર ચાલકે બાઇક સવારને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત
અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં એસ.જી હાઇવે કારગિલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મિક્ષ્ચરના ડંપર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ડંપર મિક્ષ્ચર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.