(Source: ECI/ABP News/ABP Majha)
Amit Shah Gujarat Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમિત શાહ આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 11 વાગ્યે એફએસએલ યુનિવર્સિટી ખાતેથી ગુજરાત પોલીસની ઇ-એફઆઈઆર સિસ્ટમ ઉપરાંત ટેક્નોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવશે.
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah के कल गुजरात में सार्वजनिक कार्यक्रम।
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) July 22, 2022
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah ના આવતીકાલે ગુજરાત ખાતે સાર્વજનિક કાર્યક્રમ. pic.twitter.com/qLMD1iKQPL
તો બપોરે 2 વાગ્યે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તે પછી માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. આ સાથે માણસા નગરપાલિકાના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ પણ કરશે. તો બપોરે પોણા ચાર વાગ્યે માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. તો રવિવારે અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
તે સિવાય અમિત શાહ ગાંધીનગરમાં VISWASમાં પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના સ્ટેટ લેવલ કમાન્ડ અને કંન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ધાટન પણ કરશે. ગાંધીનગરમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેઓ માણસાની મુલાકાત કરશે જ્યાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી ઔદ્યોગિક રસોડાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃ
National Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ