શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ ધારીમાં સિંહે માલધારી પર કર્યો હુમલો, ભેંસોએ સાવજ સામે બાથ ભીડી માલિકનો બચાવ્યો જીવ
બે દિવસ પહેલા ચલાલાના દહીંડામાં સવારે 5 વાગ્યે સિંહે રહેણાંક મકાનમાં ઘૂસ્યા બાદ ભેંસનું મારણ કરવાની કોશિશ કરતાં માલિક જાગી જતાં સિંહ તેમના પર હુમલો કરી ભાગી ગયો હતો.
અમરેલીઃ અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના આંટાફેરા હવે જંગલ વિસ્તારને બદલે રેવન્યૂ વિસ્તારમાં વધી રહ્યા છે. શિકારની શોધમાં વન્ય પ્રાણીઓના ગામમાં આંટા ફેરા વધી રહ્યા છે. આજે દરમિયાન આજે અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસમાં સિંહના માનવી પર હુમલાની બીજી ઘટનાથી ફફડાટ ફેલાયો હતો.
મળતી વિગત પ્રમાણે, દલખાણીયા રેન્જના માધુપુર ગામે 50 વર્ષીય આધેડ હીરાભાઈ ટાલિયા પર સિંહે હુમલો કર્યો હતો. હીરાભાઈ ભેંસો ચરાવતાં હતા ત્યારે આ ઘટના બની હતી. ગામમાં પાણીના સ્ત્રોત નજીક સિંહ દ્વારા માલધારી એવા હીરાભાઈના પશુઓ પર હુમલો કરવાના પ્રયાસ દરમિયાન આધેડ પર પણ હુમલો કર્યો હતો. જોકે ભેંસ દ્વારા સિંહને ભગાડતાં તેમનો જીવ બચી ગયો હતો. સિંહના હુમલામાં વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હતી. પ્રથમ ધારી અને બાદમાં અમરેલી ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
(સિંહના હુમલામાં ઘાયલ થયેલા માલધારી)
બે દિવસ પહેલા ચલાલાના દહીંડામાં સવારે 5 વાગ્યે સિંહે રહેણાંક મકાનમાં ઘૂસ્યા બાદ ભેંસનું મારણ કરવાની કોશિશ કરતાં માલિક જાગી જતાં સિંહ તેમના પર હુમલો કરી ભાગી ગયો હતો. ગામમાં સિંહ આવી રહેણાંક મકાનમાં હુમલો કરતાં ગ્રામજનોમાં ભય છવાઈ ગયો હતો. આ ઘટના તાજી છે ત્યાં સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
નવ ગ્રહોનો આ છે સૌથી સરળ એકાક્ષરી મંત્ર, જાપથી વધારો સકારાત્મકતા
Puja Path: ભય, સંકટ અને શત્રુઓથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કરો કાળ ભૈરવની પૂજા, જાણો પૂજાનો દિવસ અને મંત્ર
Aadhar Card માં હવે મોબાઈલ નંબર અપડેટ કરાવવાનહીં પડે કોઈ ડોક્યુમેંટની જરૂર, આ રીતે કામ થશે આસાન
બેંગલુરુના વૃદ્ધાશ્રમથી મળી આ હોટ એક્ટ્રેસની લાશ, બિગ બોસમાં લઈ ચુકી છે ભાગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement